ઈંગ્લેન્ડની ટીમને સૂર્યકુમાર યાદવનો ‘ભય’, પરેશાન કરી રહ્યા છે સૂર્યાના 33 શોટ્સ

|

Nov 08, 2022 | 1:26 PM

સૂર્યકુમાર યાદવે (Suryakumar yadav) T20 વર્લ્ડ કપ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડની ટીમ પણ તેને સેમીફાઈનલમાં સૌથી મોટો ખતરો માની રહી છે.

ઈંગ્લેન્ડની ટીમને સૂર્યકુમાર યાદવનો ભય, પરેશાન કરી રહ્યા છે સૂર્યાના 33 શોટ્સ
સૂર્યકુમાર યાદવના શોર્ટસ તેની તાકાત છે
Image Credit source: TV9 GFX

Follow us on

સૂર્યકુમાર યાદવે ટી 20 વર્લ્ડકપ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું છે. પોતાના અનોખા શોર્ટથી તાબડતોડ રનનો વરસાદ કર્યો છે. સૂર્યકુમાર યાદવ પાસે હવે સેમિફાઈનલમાં સારા પ્રદર્શનની આશા છે. ગુરુવારના રોજ એડિલેડના મેદાન પર સેમિફાઈનલમાં ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડની ટ્ક્કર થશે આ પહેલા ચારેબાજુ સૂર્યકુમારના નામની ગુંજ ફેલાઈ રહી છે. સૂર્યકુમાર યાદવને ઈંગ્લેન્ડની ટીમ પણ ખતરો માની રહી છે. બેન સ્ટોક્સના નિવેદનથી લાગી રહ્યું છે,

બેન સ્ટોક્સે સેમીફાઈનલની મેચ પહેલા સૂર્યકુમાર યાદવના ખુબ વખાણ કર્યા હતા. બેન સ્ટોક્સે કહ્યું સૂર્યકુમાર યાદવ એક શાનદાર ખેલાડી છે તે એવા શોર્ટસ રમે છે જેને જોયા બાદ તમારું માથું ચકરાવે ચઢી જાય છે, ખેલાડી શાનદાર ફોર્મમાં પણ જોવા મળી રહ્યો છે અને અમને આશા છે કે, અમે તેની તાકાતને રોકી શકીએ.

સૂર્યકુમાર યાદવનું ટી 20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન

સૂર્યકુમાર યાદવે અત્યારસુધી ટી 20 વર્લ્ડકપમાં 5 ઈનિગ્સમાં 75ની શાનદાર એવરેજથી 225 રન બનાવ્યા છે. ગજબની વાત એ છે કે, સૂર્યકુમાર યાદવનો સ્ટ્રાઈક રેટ 193થી વધારે છે. સૂર્યકુમારના બેટમાંથી 3 અડધી સદી આવી છે. સૂર્યકુમાર યાદવે આ ટી20 વર્લ્ડકપમાં અત્યારસુધી 33 બાઉન્ડ્રી ફટકારી છે. જેમાં 25 ચોગ્ગા અને 8 સિક્સ સામેલ છે. સૂર્યકુમાર યાદવની આ ધમાકેદાર સરેરાશથી તેનું ગજબનું શોર્ટ સિલેક્શન પણ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સૂર્યકુમાર યાદવના શોર્ટસ તેની તાકાત છે

સૂર્યકુમાર યાદવ આ ટી 20 વર્લ્ડકપમાં પોતાના શાનદાર શોર્ટસના દમ પર ખુબ રન બનાવી રહ્યા છે. તો વિકેટ આગળ ઓછી અને પાછળ વધારે રન બનાવ્યા છે. તેના શોર્ટસ પર ફીલ્ડિંગ કરવી ખુબ મુશ્કિલ છે. મોટી વાત તો એ છે કે, સૂર્યકુમાર યાદવ સામે પણ સારું રમી રહ્યો છે. કવર્સ અને લૉન્ગ ઓફ-લૉન્ગ ઓન પર શાનદાર શોર્ટ રમ્યા છે.ફાસ્ટ બોલર હોય કે પછી સ્પિનર સૂર્યકુમારની આગળ સૌ કંગાળ જોવા મળી રહ્યા છે. ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગે તો ત્યાંસુધી કહ્યું કે, સૂર્યકુમાર જ ઈંગ્લેન્ડને પરેશાન કરશે.

તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૂર્યકુમાર યાદવે 117 રનની ઈનિગ્સ રમી હતી. 10 જુલાઈના રોજ થયેલી ટક્કરમાં સૂર્યકુમારના બેટમાંથી 55 બોલથી 117 રન આવ્યા છે.

 

Published On - 1:21 pm, Tue, 8 November 22

Next Article