હાર્દિક પંડ્યાને લઇને BCCI નું સખત વલણ, IPL પહેલા NCA પહોંચવા આદેશ આપ્યો

|

Mar 08, 2022 | 12:14 AM

હાર્દિક પંડ્યાએ 2021 ના ટી20 વર્લ્ડ કપ બાદ એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. આઈપીએલ 2022 માં નવી ટીમ ગુજરાત ટાઇટન્સ માટે તેને સુકાની જાહેર કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યાને લઇને BCCI નું સખત વલણ, IPL પહેલા NCA પહોંચવા આદેશ આપ્યો
Hardik Pandya (PC: BCCI)

Follow us on

ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને (Hardik Pandya) નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy) ખાતે યોજાનાર કેમ્પમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે. પંડ્યાએ છેલ્લે નવેમ્બર 2021માં ભારતીય ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. બે દિવસ બાદ હાર્દિક આ કેમ્પમાં જોડાય તેવી આશા છે. હાર્દિક પંડ્યાને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 2022 આવૃત્તિ માટે ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીના કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ કેમ્પ મુખ્યત્વે 2022 T20 વર્લ્ડ કપ માટે આયોજિત કરવામાં આવ્યો છે, જે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાશે. માત્ર ટી20 ક્રિકેટ સાથે જોડાયેલા ખેલાડીઓને જ કેમ્પમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. કેટલાક અહેવાલો અનુસાર, લગભગ 25 ખેલાડીઓને આ કેમ્પમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.

હાર્દિક પંડ્યાની કારકિર્દીની આંકડા શું કહે છે ?

હાર્દિક પંડ્યા 11 ટેસ્ટ, 63 ODI અને 54 T20 મેચ રમ્યો છે. 28 વર્ષીય હાર્દિકે ટેસ્ટ ક્રિકેટમાં 532 રન બનાવ્યા છે જ્યારે ODI અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ અનુક્રમે 1286 રન અને 553 રન બનાવ્યા છે. ODI ક્રિકેટમાં તેની સરેરાશ 32.97 છે, જ્યારે T20i માં તેની સરેરાશ 20.48 છે.

બોલ સાથે, મધ્યમ ગતિએ ટેસ્ટ ક્રિકેટમાં 17 વિકેટ લીધી છે. હાર્દિ પંડ્યાએ ODI ક્રિકેટમાં 57 વિકેટ અને ટી20 ક્રિકેટમાં 42 વિકેટ ઝડપી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પંડ્યાનો રેકોર્ડ પણ શાનદાર છે. તેણે ઈન્ડિયન ટી20 લીગમાં 92 મેચ રમી છે. આ દરમિયાન પંડ્યાએ 1476 રન બનાવ્યા છે અને આ લીગમાં તેનો સ્ટ્રાઈક રેટ 153.91 છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

જમણા હાથના બેટ્સમેન હાર્દિક પંડ્યાની ટુર્નામેન્ટમાં સરેરાશ 27.33 છે અને આ માર્કી ટૂર્નામેન્ટમાં તેના નામે ચાર અડધી સદી પણ છે. તો તેણે  આઈપીએલમાં 42 વિકેટ ઝડપી છે. આ લીગમાં તેની બોલિંગ એવરેજ 31.26 છે અને સ્ટ્રાઈક રેટ 20.69 છે. તે વર્ષ 2015 થી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો નિયમિત ભાગ છે. આ સિઝનમાં તે પોતાની નવી ફ્રેન્ચાઈઝી માટે સારું પ્રદર્શન કરવા ઈચ્છશે.

આ પણ વાંચો : રવિચંદ્રન અશ્વિને રેકોર્ડ તોડ્યા બાદ કપિલ દેવે આપ્યું મોટુ નિવેદન

આ પણ વાંચો : PAK vs AUS: સ્ટીવ સ્મિથે રાવલપિંડીની પિચ પર પ્રતિક્રિયા આપતા તેને ડેડ ગણાવી હતી

Published On - 11:54 pm, Mon, 7 March 22

Next Article