BCCIનું પાકિસ્તાન તો શુ ICC પણ કશુ નહી બગાડી શકે, એશિયા કપ અંગે શાહિદ આફ્રિદીએ તોડ્યુ મૌન

|

Feb 16, 2023 | 2:36 PM

એશિયા કપની યજમાની માટે આવતા મહિને એક મહત્વપર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં એશિયાકપ પાકિસ્તાનને બદલે અન્ય કોઈ નવા જ સ્થળ યોજવાની જાહેરાત થઈ શકે છે.

BCCIનું પાકિસ્તાન તો શુ ICC પણ કશુ નહી બગાડી શકે, એશિયા કપ અંગે શાહિદ આફ્રિદીએ તોડ્યુ મૌન
Shahid Afridi (file photo)

Follow us on

આ વર્ષે સપ્ટેમ્બરમાં ક્રિકેટ એશિયા કપ 2023નું આયોજન થવાનું છે. એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાને કરી હતી. પરંતુ હવે અહીં ટુર્નામેન્ટ યોજવી મુશ્કેલ લાગે છે. હાલની સ્થિતિને જોતા એશિયા કપને પાકિસ્તાનથી અન્યત્ર ખસેડીને રમાડવામાં આવશે. ભારતીય ટીમે એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જવા સામે વાંધો ઉઠાવ્યો છે. ત્યારબાદ હવે એશિયા કપનું આયોજન નવા સ્થળે કરવામાં આવશે.

એશિયા કપ પર શાહિદ આફ્રિદીએ મૌન તોડ્યું

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ હવે એશિયા કપ 2023ને લઈને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. શાહિદ આફ્રિદીએ સામ ટીવી સાથે વાત કરતા કહ્યું કે, પાકિસ્તાને કોઈપણ નિર્ણય લેતા પહેલા ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. ભાવનાત્મક બનીને ક્રિકેટના નિર્ણયો ના લઈ શકાય. જો પાકિસ્તાન ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરવા માંગે છે તો તે શક્ય નથી.

ક્રિકેટની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડશે

શાહિદ આફ્રિદીએ કહ્યું કે, એશિયા કપ વિવાદ પર નિર્ણય લેતા પહેલા પાકિસ્તાને તેની અર્થવ્યવસ્થા અને ક્રિકેટ જગતમાં તેની સ્થિતિ પર એક નજર નાખવી જોઈએ. જો ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો તેણે એ વિચારીને વર્લ્ડ કપનો બહિષ્કાર ના કરવો જોઈએ. જ્યારે તમે તમારા પગ પર ઉભા નથી રહી શકતા ત્યારે આવું થાય છે. તમારે સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. જો ભારત તમને આંખો દેખાડી રહ્યું છે, તો તેનો અર્થ એ છે કે ભારતે પોતાને તે માટે સક્ષમ બનાવ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

બીસીસીઆઈનું ICC પણ કંઈ બગાડી શકે તેમ નથી

શાહિદ આફ્રિદીએ વધુમાં કહ્યું કે મને ખબર નથી કે શું ભારત એશિયા કપ માટે પાકિસ્તાન આવશે ? શું આપણે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરીશું ? આપણે કેટલાક મુદ્દાઓ પર નિર્ણય લેવાની જરૂર છે. અત્યારે પાકિસ્તાનનું PCB હોય કે ICC. BCCIને કોઈ પણ પ્રકારે કોઈ નુકસાન પહોંચાડી શકે તેમ નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે.

Next Article