BCCIએ ભીડથી દૂર રહેવા ક્રિકેટરોને Euro 2020 અને Wimbledonથી દૂર રહેવા પત્ર લખ્યો, છતાં મજા માણી

|

Jul 15, 2021 | 11:14 PM

ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફને WTC Final બાદ ત્રણ સપ્તાહની રજાઓ આપી હતી. જે દરમ્યાન તેઓ દરેક દિવસ અને પળને માણવાનું ચુક્યા નહીં. આ દરમ્યાન ઈંગ્લેંડમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.

1 / 8
ઈંગ્લેન્ડ પ્રવાસ (England) પર ગયેલ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) અને સપોર્ટ સ્ટાફનો એક સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. ગુરુવારે 15 જુલાઈએ ઋષભ પંત કોરોના (Corona) સંક્રમિત હોવાનો ખુલાસો થયો હતો. BCCI તરફથી પંતનું નામ અધિકારીક રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

2 / 8
બોર્ડના સેક્રેટરી જય શાહે (Jay Shah) કેટલાક દિવસ અગાઉ જ પુરી ટીમને એક Email મોકલ્યો હતો. જેમાં ભીડ ભાડ ધરાવતા અને ખાસ રીતે Euro 2020 અને વિમ્બલ્ડન જેવી ટૂર્નામેન્ટથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ. તેમ છતાં સિનિયર ખેલાડીઓ અને કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) સુધી તે વાતને નજર અંદાજ કરી હતી.

3 / 8
ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં 20 દિવસની રજા પર હતા. એવામાં દરેક ખેલાડી અને સભ્ય ક્યાંયના ક્યાંય ફરવા લાગ્યા હતા. કોરોના સંક્રમણમાં આવેલ રુષભ પંત પણ તે ખેલાડીઓમાંથી હતા. જે યૂરો 2020ની મેચ જોવા માટે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં ગયા હતા. પંતે ત્યાંથી પોતાના મિત્રો સાથેની એક તસ્વીર પણ શેર કરી હતી.

4 / 8
પંત ઉપરાંત ટીમના અન્ય સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ પણ ઈટાલ અને બેલ્જીયમની સેમિફાઈનલ મેચ જોવા માટે વેમ્બલી સ્ટેડિયમમાં ગયો હતો. બુમરાહ સાથે તેની સ્પોર્ટસ એંકર પત્ની સંજના ગણેશન પણ હતી. આ દરમ્યાન સ્ટેડિયમમાં ખૂબ ભીડ હતી.

5 / 8

ટીમના મિડલ ઓર્ડરના બેટ્સમેન હનુમા વિહારી (Hanuma Vihari) ખુદ પણ યુરોના મોહથી બચી શક્યો નહોતો. તે ઈંગ્લેન્ડ અને ડેન્માર્કની સેમિફાઈનલ મેચને જોવા માટે પહોંચ્યો હતો. જે 7 જૂલાઈએ વેમ્બિલીમાં મેચ રમાઈ હતી.

6 / 8
અનુભવી અને સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને યુરોના સ્થાને વિમ્બલ્ડન જોવાનું પસંદ કર્યુ હતુ. તે ટીમના ફિલ્ડીંગ કોચ આર શ્રીધર સાથે વિમ્બલ્ડનનો આનંદ માણવા માટે ગયા હતા. અશ્વિન હાલમાં કાઉન્ટી ક્રિકેટની એક મેચ પણ રમ્યો હતો. જેમાં તેના પ્રદર્શનને લઈ તે ચર્ચામાં છવાયો હતો.

7 / 8
ખેલાડીઓ તો ઠીક ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ ખુદને રોકી શક્યા નહોતા. તે વિમ્બલ્ડન ફાઈનલ મેચ જોવા માટે પહોંચ્યા હતા. શાસ્ત્રીએ વિમ્બલ્ડનથી પોતાની એક તસ્વીર પણ શેર કરી હતી. જ્યાંથી તેમણે મેન્સ સિંગલ્સમાં નોવાક જોકોવિચ અને માતેયો બેરેટિની વચ્ચેની ફાઈનલ જોઈ રહ્યા હતા.

8 / 8

ભારતીય ખેલાડીઓમાં કેટલાક ખેલાડીઓ પરિવાર સાથે ઈંગ્લેન્ડ પ્રવાસે ગયા છે. તેઓ પરીવાર સાથે ઈંગ્લેન્ડમાં ત્રણ સપ્તાહની રજાઓનો આનંદ ઉઠાવ્યો હતો. જેમાંથી કેટલાક પાર્કમાં પહોંચ્યા હતા.

Next Photo Gallery