BCCI ના એક આદેશ પર રાજ્ય સંઘોમાં હલચલ મચી ગઈ, સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને લઈ કર્યો નિર્ણય

|

Aug 23, 2022 | 9:34 AM

સપ્ટેમ્બરમાં લગભગ 25 રાજ્ય એસોસિએશનની ચૂંટણીઓ યોજાવાની હતી, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, પરંતુ BCCI એ તેમને ચૂંટણી સ્થગિત કરવાનો આદેશ આપીને હોબાળો મચાવ્યો હતો.

BCCI ના એક આદેશ પર રાજ્ય સંઘોમાં હલચલ મચી ગઈ, સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને લઈ કર્યો નિર્ણય
આદેશને લઈ રાજ્ય સંઘની ચૂંટણી પાછી ઠેલાઈ શકે છે

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આદેશથી તમામ રાજ્ય સંગઠનોમાં હલચલ મચી ગઈ છે. મોટાભાગના રાજ્ય એસોસિએશનો (State Cricket Associations) માં આવતા મહિને ચૂંટણી યોજાવાની છે, જેના માટે યુનિયનોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ BCCI એ રાજ્ય એસોસિએશનોને તેમની ચૂંટણી 2 મહિના સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. 38 યુનિયનોમાંથી, 25 થી વધુ રાજ્ય યુનિયનોની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાવાની હતી. લોઢા સમિતિની ભલામણ બાદ, તમામ રાજ્ય સંગઠનોએ સપ્ટેમ્બર 2019 માં નવા બંધારણ સાથે તેમની ચૂંટણીઓ યોજી હતી. બીસીસીઆઈ દ્વારા રાજ્ય એસોસિએશનોને ચૂંટણી સ્થગિત કરવાનો આદેશ આપવા પાછળનું કારણ એ છે કે બોર્ડના પદાધિકારીઓ માટે કુલિંગ ઑફ પીરિયડને દૂર કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટનો પેન્ડિંગ આદેશ છે.

બંધારણમાં ફેરફાર માટે અરજી દાખલ

હકીકતમાં, ખજાનચી અરુણ ધૂમલે 2020માં બીસીસીઆઈના નવા બંધારણમાં પ્રસ્તાવિત ફેરફારોને લઈને અરજી દાખલ કરી હતી. તેમણે પિટિશન કરી હતી કે પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનો કાર્યકાળ 6 વર્ષનો પૂરો થવા છતાં વધુ એક ટર્મ મંજૂર કરવામાં આવે. ગયા મહિને જ બોર્ડે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો અને આ અરજી પર નિર્દેશ માંગ્યો હતો. લોઢા કમિટીની ભલામણો અનુસાર, BCCI અને કોઈપણ રાજ્ય એસોસિએશનમાં કોઈપણ પદ પર 6 વર્ષ પૂરા થયા પછી, પદાધિકારીએ 3 વર્ષ માટે કુલિંગ-ઓફ પીરિયડમાં જવું પડશે. BCCI આ નિયમ બદલવા માંગે છે.

રાજ્ય એસોસિએશનોને કારણ નથી બતાવ્યા

એક મીડિયા અહેવાલ મુજબ, 38 માંથી 12 રાજ્ય એસોસિએશને પુષ્ટિ કરી છે કે તેમને બીસીસીઆઈના ટોચના અધિકારી દ્વારા નવેમ્બર સુધી ચૂંટણી સ્થગિત કરવા માટે કહેવામાં આવ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને બીસીસીઆઈના મામલે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સભ્યનું કહેવું છે કે તેમને કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈએ તેમને હાલમાં ચૂંટણીમાં આગળ ન વધવા કહ્યું છે. ચૂંટણી નવેમ્બર સુધી મુલતવી રાખવા જણાવાયું છે. જો કે તેની પાછળના કારણો જણાવવામાં આવ્યા નથી. અહેવાલો અનુસાર, બરોડા, મધ્યપ્રદેશ અને હૈદરાબાદમાં પણ ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આમ હવે ક્રિકેટ એસોસિએશનોની ચુંટણીઓ સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી બાદ થઈ શકે છે. ત્યાં સુધી હાલના એસોસીએશનનો કાર્યકાળ લંબાવાઈ શકે છે.

 

Published On - 9:26 am, Tue, 23 August 22

Next Article