
19 ડિસેમ્બરના રોજ દુબઈમાં આઈપીએલની આગામી સિઝન માટે હરાજી શરુ થશે. વર્ષ 2024ના માર્ચ મહિનાની આસપાસ આઈપીએલની નવી સિઝનની શરુઆત થશે. IPLની 17મી સિઝનની સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે નવી ટુર્નામેન્ટની શરુઆત કરવાનું આયોજન કરી કરી રહી છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં BCCI નવી ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટ ટી10 ફોર્મેટમાં શરુ કરવાની તૈયારી કરી રહી છે.
રિપોર્ટ અનુસાર, ભારતીય બોર્ડમાં નવી ક્રિકેટ લીગને લઈને ચર્ચા થઈ રહી છે. આ નવી લીગનો આઈડિયા બોર્ડના સચિવ જય શાહે આપ્યો છે. આ ટુર્નામેન્ટ માટે સ્પોન્સર્સ પણ મળતા જોવા મળી રહ્યા છે. જોકે, આ નવી ટુર્નામેન્ટ ટીયર 2 લેવલની હશે, જેના માટે નિશ્ચિત ઉંમર સુધીના જ ક્રિકેટરોને તક આપવામાં આવશે.
અબૂ ધાબીમાં ટી10 લીગને લઈને ફેન્સ અને ક્રિકેટર્સમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ભારતમાં હમણા સુધી આ ફોર્મેટમાં કોઈ મોટી લીગ શરુ નથી થઈ. BCCI આ ફોર્મેટમાં નવી ટુર્નામેન્ટ શરુ કરવા માટે ઉત્સાહિત છે.
BCCIને આઈપીએલના મોટા મુકામ સુધી લાવવામાં ઘણી મહેનત કરવી પડી છે. આ નવી ટુર્નામેન્ટને BCCI આઈપીએલની જેમ હાલમાં મોટી નહીં બનાવી શકે, આઈપીએલમાં રમતા પ્લેયર્સ પણ લગભગ આ ટુર્નામેન્ટમાં નહીં હશે. તેવામાં સવાલ એ થઈ રહ્યો છે કે આ નવી ટુર્નામેન્ટમાં કઈ ઉંમરના પ્લેયર્સ રમતા જોવા મળશે ? એક અનુમાન મુજબ, આ નવી ટુર્નામેન્ટમાં જૂનિયર સ્તરના પ્લેયર્સને વધારે તક મળવાની સંભાવના છે.
એક સવાલ એ છે કે આ માટે નવી ફ્રેન્ચાઈઝી શરૂ કરવી જોઈએ કે પછી આઈપીએલની માત્ર 10 ફ્રેન્ચાઈઝીને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય બોર્ડે આઈપીએલની હાલની ફ્રેન્ચાઈઝી સાથે જે કરાર કર્યો છે તેમાં સ્પષ્ટ છે કે આઈપીએલ જેવી કોઈ પણ નવી લીગ શરૂ કરવા પર બોર્ડે આ ફ્રેન્ચાઈઝીઓને પ્રથમ ઓફર કરવી પડશે, જેમ કે મહિલા પ્રીમિયર લીગ જોવા મળી હતી. જ્યાં સુધી ટુર્નામેન્ટના આયોજનની વાત છે, હવેથી તેના માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વિન્ડો નક્કી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રોહિત શર્માએ સૂર્યા વિશે કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, 12 વર્ષ જૂનું ટ્વીટ થયું વાયરલ