ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં ખિતાબ જીતનાર ભારતીય ટીમને 5 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડ સામે સાત વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. શફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય અંડર-19 ટીમ વૈશ્વિક ટુર્નામેન્ટમાં તમામ અડચણ પાર કરવામાં સફળ રહી હતી,આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન 19 વર્ષની શેફાલી વર્માના હાથમાં હતી.
જય શાહે અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડકપનું ટાઇટલ જીત્યા બાદ ટ્વીટ કર્યું, “ભારતમાં મહિલા ક્રિકેટ આગળ વધી રહ્યું છે અને વર્લ્ડ કપની જીતથી મહિલા ક્રિકેટનું કદ અનેકગણું ઊંચું થયું છે.” આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે ઈનામી રકમ તરીકે 5 કરોડ રૂપિયાની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. આ ચોક્કસપણે એક શાનદાર વર્ષ બની રહેશે.
Women’s Cricket in India is on the upswing and the World Cup triumph has taken the stature of women’s cricket several notches higher. I am delighted to announce INR 5 crore for the entire team and support staff as prize money. This is surely a path-breaking year.
— Jay Shah (@JayShah) January 29, 2023
સચિવે સમગ્ર ટીમને બુધવારે અમદાવાદ આવવા આમંત્રણ પણ આપ્યું હતું. તેણે કહ્યું, “હું શેફાલી વર્મા અને તેની વિજેતા ટીમને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારી સાથે જોડાવા અને 1 ફેબ્રુઆરીએ ત્રીજી T20 ઈન્ટરનેશનલ જોવા માટે આમંત્રિત કરું છું.” આ મહાન સિદ્ધિ ચોક્કસપણે ઉજવણીને પાત્ર છે
……..!
Meet the winners of the inaugural #U19T20WorldCup
INDIA #TeamIndia pic.twitter.com/ljtScy6MXb
— BCCI Women (@BCCIWomen) January 29, 2023
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC અંડર-19 મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. હવે ભારત ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની શરૂઆતની સિઝનની ચેમ્પિયન છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ 17.1 ઓવરમાં માત્ર 68 રન બનાવી શક્યું હતું. 69 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને ભારતીય મહિલા ટીમનો 7 વિકેટે વિજય થયો હતો.