IPL 2023 Playoffs: ડોટ બોલ પર જોવા મળી રહ્યા છે ઝાડ! બોલર્સના નામે ગણાઈ રહ્યા છે વૃક્ષ, કારણ જાણીને બોલી ઉઠશો-સલામ BCCI

|

May 23, 2023 | 11:04 PM

CSK vs GT, IPL 2023 Playoffs: ચેપોક સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટેની ટક્કર થઈ રહી છે. આ દરમિયાન દરેક ડોટ બોલ પર Live પ્રસારણ દરમિયાન સ્ક્રિન પર ઝાડ દર્શાવવામાં આવી રહ્યા છે.

IPL 2023 Playoffs: ડોટ બોલ પર જોવા મળી રહ્યા છે ઝાડ! બોલર્સના નામે ગણાઈ રહ્યા છે વૃક્ષ, કારણ જાણીને બોલી ઉઠશો-સલામ BCCI
BCCI plant 500 trees for every dot ball

Follow us on

IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 172 રનનો સ્કોર 7 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો. 173 રનનો આંકડો ગુજરાત અને ચેન્નાઈના માટે ફાઈનલમાં સીધી એન્ટ્રી મેળવવા માટે મહત્વનો છે. ચેન્નાઈએ આ આંકડાને સુરક્ષીત રાખવાનો છે, જ્યારે ગુજરાતે તેને પાર કરવાનો છે. આવામાં ચેન્નાઈ માટે વધુમાં વધુ ડોટ નિકાળવા ફાઈનલમાં સીધોનો સરળ પ્રવેશ કરાવી આપી શકે છે. આ માટે ચેન્નાઈના બોલર્સ ચેપોકમાં ડોટ બોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તો આ દરમિયાન દરેક ડોટ પર ટીવી સ્ક્રિન પર ડોટ બોલના સ્થાને ગ્રીન ઝાડ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ડોટ બોલ પર વૃક્ષ બતાવવાને લઈ સવાલો કરી રહ્યા છે. Live Match જોનારા સૌને આ જોઈને સવાલ થઈ રહ્યો છે, કે આવુ કેમ. તો એનો જવાબ અહીં બતાવીએ છીએ. જે અંગેની જાણકારી જાણીને તમને પણ ભારતીય ક્રિકેટ બોર્ડના કામને સરાહના કરવાનુ મન થઈ આવશે. તમે પણ આ કામ માટે BCCI ના વખાણ કરશો.

પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ

દરેક ડોટ બોલ પર આ કામ થશે

BCCI એ દરેક ડોટ બોલ પર એક ખાસ કામ કરવાનુ નક્કી કર્યુ છે. પ્લેઓફ દરમિયાન થનારા દરેક ડોટ બોલ પર ભારતીય ક્રિકેટ બોર્ડ 500 વૃક્ષ વાવશે. આ નિર્ણયના ભાગ રુપે જ ટીવી સ્ક્રિન પર દરેક ડોટ બોલ પર વૃક્ષ બતાવવામાં આવે છે. બોર્ડના આ કામ કરવાના નિર્ણયની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

 

ગુજરાતે 34 ડોટ બોલ ફેંક્યા

જાડેજા ઉપરાંત અજિંક્ય રહાણે અને અંબાતી રાયડુએ 17-17 રન બનાવ્યા હતા. ચેન્નાઈની શરૂઆત શાનદાર રહી હતી. ગાયકવાડ અને કોનવે વચ્ચે 87 રનની ભાગીદારી નોંધાઈ હતી, પરંતુ આ ભાગીદારી તૂટતાં ચેન્નાઈ બેટિંગ લડખડાઈ ગઈ હતી.. ગુજરાતના બોલરોએ 34 ડોટ બોલ ફેંક્યા, એટલે કે BCCI આ ઇનિંગથી 17,000 વૃક્ષો વાવશે.

 

આ પણ વાંચોઃ Ruturaj Gaikwad, IPL 2023: ઋતુરાજ ગાયકવાડે એક જ બોલ પર કેચ આઉટ થયો અને છગ્ગો પણ ફટકાર્યો! નોંધાવી અડધી સદી-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 10:32 pm, Tue, 23 May 23

Next Article