
મહિલા પ્રીમિયર લીગ (WPL)માં ખેલાડીઓની પ્રથમ ઐતિહાસિક ઓક્શન બાદ હવે તમામનું ધ્યાન ટૂર્નામેન્ટની શરૂઆત પર છે. તમામ ટીમોના ચાહકો તેમના મનપસંદ ખેલાડીઓને રમતા જોવા માટે ઉત્સુક છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા તેમની ઉત્સુકતા વધી છે. પ્લેયર્સ ઓક્શનના સફળ સંચાલનના એક દિવસ પછી, ભારતીય બોર્ડે WPLની પ્રથમ સિઝનનું શેડ્યૂલ પણ બહાર પાડ્યું છે, જે 4 માર્ચે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની ટક્કર સાથે શરૂ થશે.
સોમવાર, 13 ફેબ્રુઆરીના રોજ, BCCIએ મુંબઈમાં ખેલાડીઓનું ઓક્શન કરી, જેમાં લીગની પાંચ ફ્રેન્ચાઈઝીઓએ 59.50 કરોડ રૂપિયા ખર્ચીને કુલ 87 ખેલાડીઓ ખરીદ્યા. ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના આ હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી સાબિત થઈ, જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3.40 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
🗓️ Mark Your Calendars
Get Ready to support your favourite teams 👏 👏
The schedule for the inaugural edition of Women’s Premier League is here 🔽 #WPL pic.twitter.com/O1HHvRUh0k
— Women’s Premier League (WPL) (@wplt20) February 14, 2023
પાંચ ટીમોની ટૂર્નામેન્ટ 4 માર્ચથી શરૂ થશે અને ટૂર્નામેન્ટમાં ફાઈનલ સહિત કુલ 22 મેચો રમાશે. તેમાંથી 20 લીગ મેચ અને 2 પ્લેઓફ હશે, જેમાં ફાઈનલ રમાશે. ફાઈનલ મેચ 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આખી ટુર્નામેન્ટનું આયોજન મુંબઈમાં જ થશે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં 11 મેચો જ્યારે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 11 મેચો યોજાશે. સીઝનની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
WPL 2023 schedule: pic.twitter.com/URZfx8u43f
— Johns. (@CricCrazyJohns) February 14, 2023
તે જ સમયે, 5 માર્ચે, ટૂર્નામેન્ટની પ્રથમ ડબલ હેડર હશે. મતલબ એક દિવસમાં બે મેચ. આ દિવસે પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી દિલ્હી કેપિટલ્સ વચ્ચે બ્રેબોર્ન ખાતે રમાશે, જ્યારે સાંજે મેચ યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે.
IPLની જેમ આ ટૂર્નામેન્ટ પણ ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે. એટલે કે દરેક ટીમ અન્ય ચાર ટીમો સાથે બે મેચ રમશે. એટલે કે આ રીતે દરેક ટીમ ઓછામાં ઓછી 8-8 મેચ રમશે. લીગ તબક્કાની છેલ્લી મેચ યુપી અને દિલ્હી વચ્ચે 21 માર્ચે રમાશે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ટીમ સીધી ફાઇનલમાં જશે, જ્યારે એલિમિનેટર મેચ બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે 24 માર્ચે રમાશે.
મેચોના સમયની વાત કરીએ તો મોટાભાગની મેચો સાંજે જ છે, જે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. બીજી તરફ ડબલ હેડરના દિવસે પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. ટુર્નામેન્ટમાં કુલ 4 ડબલ હેડર છે.
Published On - 9:38 am, Wed, 15 February 23