ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહેલા ચાહકો માટે ખરાબ સમાચાર, હવે નહીં યોજાય મેચ

આઠ વખતની ચેમ્પિયન ભારતને બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. તો બીજી તરફ પાકિસ્તાનની ટીમને પ્રથમ સેમીફાઈનલમાં UAE જેવી ટીમ સામે હારનો સામનો કરવા પડ્યો હતો. UAE એ પાકિસ્તાનને 11 રને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી છે જ્યાં તેમનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે. જેનો અર્થ એ થયો કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે અન્ડર 19 એશિયા કપની ફાઈનલ નહીં યોજાય.

ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહેલા ચાહકો માટે ખરાબ સમાચાર, હવે નહીં યોજાય મેચ
India vs Pakistan
| Updated on: Dec 16, 2023 | 9:26 AM

દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર હોય છે. બંને દેશો રાજકીય કારણોસર દ્વિપક્ષીય શ્રેણી નથી રમતા પરંતુ વર્લ્ડ કપ અને એશિયા કપમાં એકબીજા સામે રમે છે. આ બંને ટીમો વચ્ચે 17 ડિસેમ્બર રવિવારે ફરી એકવાર ટક્કર થવાની શક્યતા હતી પરંતુ હવે આ મુકાબલો શક્ય નહીં હોય. હાલમાં દુબઈમાં અન્ડર 19 એશિયા કપ રમાઈ રહ્યો છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટાઈટલ મેચ થઈ શકી હોત પરંતુ આ બંને ટીમો ફાઈનલમાં પહોંચી શકી ન હતી.

સેમીફાઈનલમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું

આઠ વખતની ચેમ્પિયન ભારતને બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ પાકિસ્તાનની મુસીબતો વધી ગઈ. આ ટીમને પ્રથમ સેમિફાઇનલમાં UAE જેવી ટીમ દ્વારા અવિસ્મરણીય હાર આપવામાં આવી હતી. UAE એ પાકિસ્તાનને 11 રને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી છે જ્યાં તેનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે. જો ભારત અને પાકિસ્તાન બંને પોતપોતાની મેચ જીતી ગયા હોત તો આ બંને ટીમો ફાઈનલમાં ટકરાયા હોત.

ભારતીય બેટ્સમેન નિષ્ફળ રહ્યા

અત્યાર સુધી પોતાનું વર્ચસ્વ જમાવી ચૂકેલા ભારતીય બેટ્સમેનો સેમીફાઈનલમાં નિષ્ફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા કોઈ મોટો સ્કોર બનાવી શકી નથી. પ્રથમ બેટિંગ કરતા ટીમ માત્ર 188 રનમાં સમેટાઈ ગઈ હતી. મુરુગન અભિષેકે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા જ્યારે સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને 50 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયાના બોલરોએ ઘણી કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહ્યા. બાંગ્લાદેશે છ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

પાકિસ્તાન સેમીફાઈનલમાં હાર્યું

બીજી તરફ UAEના બોલરોએ પણ પાકિસ્તાનના બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. યુએઈએ આપેલા 193 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનની ટીમ માત્ર 182 રનમાં જ સમેટાઈ ગઈ હતી. કેપ્ટન સાદ બેગે 52 બોલમાં 50 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહીં. યુએઈ તરફથી અયમાન અહેમદ અને હાર્દિક પાઈએ બે-બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: હાર્દિક પંડયાને કેપ્ટન બનાવતા રોહિત શર્માના ફેન્સ થયા ગુસ્સે, ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો