IPL 2023 ની પ્લેઓફની રેસ જબરદસ્ત જામી છે. ટીમો પોતાનો દમ દેખાડી રહી છે, જે મજબૂત ટીમો શરુઆતમાં દેખાતી હતી એ પોઈન્ટ્સ ટેબલમાં પાછળ સરકી રહી છે. પાછળ રહેલી ટીમો ઉપર આવી રહી છે. આમ જેમ જેમ હવે અંત તરફ સિઝન જઈ રહી છે એમ રેસ જબરદસ્ત બની રહી છે. જોકે આ દરમિયાન જ દિલ્હી કેપિટલ્સે મોટી ભૂલ શનિવારે કરી દીધી અને જેને લઈ હવે ટીમ તળીયાના સ્થાન પર રહી ગઈ છે. દિલ્હી કેપિટલ્સ અક્ષર પટેલને સમજવામાં ભૂલ કરી રહી છે અને તેને યોગ્ય સમયે જવાબદારી સોંપવામાં આવી રહી નથી. જેનુ મોટુ નુક્શાન દિલ્હી કેપિટલ્સ કરી રહી છે.
દિલ્હી કેપિટલ્સનો શનિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાના જ હોમગ્રાઉન્ડ પર 9 રનથી પરાજય થયો હતો. છેક નજીક આવીને ટીમ જીત થી દૂર રહી ગઈ હતી. ટીમનુ સુકાન આઈપીએલના પૂર્વ ચેમ્પિયનના હાથમાં છે. તેની ગણના વિશ્વના વિસ્ફોટક બેટર્સમાં થાય છે. આમ છતાં દિલ્હીનૂ દિલ તૂટતુ જ રહ્યુ છે. દિલ્હીએ અત્યાર સુધીમાં 8 મેચ રમી છે, જેમાંથી 6 મેચમાં પરાજય અને માત્ર 2 મેચમાં જ જીત નોંધાઈ છે.
પોતાની પાસે શાનદાર ઓલરાઉન્ડર હોવા છતાં ડેવિડ વોર્નર તેનો યોગ્ય ઉપયોગ કરી નહી શક્યુ હોવાની ચર્ચા ખૂબ છેડાઈ છે. દિલ્હી કેપિટલ્સની બેટિંગ વેળા જ આ ચર્ચા શરુ થઈ ગઈ હતી. જોકે મેદાનની બહાર બેઠેલા સૌની મગજમાં ચાલતી ચર્ચા વોર્નર અને રિકી પોન્ટિંગના મગજમાં કેમ નહીં સવાલ કરતી હોય એ સમજ નથી આવી રહ્યુ. એક્સપર્ટની ચર્ચાઓ મુજબ માનવામાં આવી રહ્યુ છે કે, અક્ષર પટેલને જો સમજવામાં આવ્યો હોત તો, દીલ્હી અત્યારે હરીફ ટીમોને પરસેવો છોડાવી રહી હોત અને કદાચ તળીયાના સ્થાને તો ના જ હોત.
DC પાસે મેચ વિનર ખેલાડી છે અને તેનો સમયે ઉપયોગ થઈ રહ્યો નથી. દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે તો અરુણ જેટલી સ્ટેડિયમમાં હાર બાદ જે કહ્યુ એ તો વધારે આશ્ચર્ય સર્જી રહી છે. અક્ષર પટેલ મેચનુ પાસુ પલટવાનો દમ ધરાવે છે. તે બેટ અને બોલ બંને વડે મેચને પલટી શકે છે. જોકે પાસુ પલટવા માટે તેને સમય મળવો જરુરી છે. ટીમનો કેપ્ટન તેને યોગ્ચ સમયે બેટિંગ કરવા માટે ક્રિઝ પર ઉતારે એ જરુરી છે.
જ્યારે પરિસ્થીતી વિકેટ હોય અને પાસુ હાથમાં જાળવવાની કે બાજી પલટવાની જરુર હોય ત્યારે અક્ષરને થોડોક ઉપર મોકલવો જરુરી હોય છે. અક્ષર પટેલને દિલ્હી છઠ્ઠા કે સાતમાં ક્રમે જ બેટિંગ કરવા માટે મોકલે છે. હૈદરાબાદ સામે શનિવારે 7માં ક્રમે મોકલ્યો હતો. જ્યારે આ સમયે જો અક્ષરના ક્રમને ઉપર કર્યો હોત તો, તેને મોકો મળ્યો હોત અને મેચ અંતિમ સમયે વધારે રોમાંચક મોડમાં હોત.
જ્યારે દિલ્હીને 57 રનની જરુરીયાત 24 બોલમાં હતી ત્યારે અક્ષર પટેલ ક્રિઝ પર આવ્યો હતો. તેની રમતે જ ટીમને લક્ષ્યની નજીક લાવી દીધી હતી. અક્ષરે 14 બોલમાં 29 રન અણનમ રહેતા નોંધાવ્યા હતા. જો તે થોડો વહેલો આવ્યો હોત તો, મામલો જુદો હોઈ શકતો. પટેલની રમતના આંકડા જોવામાં આવે તો અંતિમ 8 ઈનીંગમાં 29*, 34, 19*, 21, 54, 2, 36, 16 રનની પારી રમ્યો છે. જ્યારે પોતાના ખાતામાં 7 વિકેટ ધરાવે છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 4:13 pm, Sun, 30 April 23