T20 World Cup: ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં જેને લઇને સતત મચી રહી હતી બબાલ, હટાવવાની કરાઈ હતી માંગ, તેણે જ બનાવ્યા T20 ચેમ્પિયન

|

Nov 15, 2021 | 9:20 AM

ઓક્ટોબર મહિનાની જ વાત છે, જ્યારે તે સવાલોના ઘેરામાં હતો. તેના માટે હંગામો અને ભૂકંપ જેવા શબ્દો સમાનાર્થી બની ગયા હતા.

T20 World Cup: ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં જેને લઇને સતત મચી રહી હતી બબાલ, હટાવવાની કરાઈ હતી માંગ, તેણે જ બનાવ્યા T20 ચેમ્પિયન
Justin Langer

Follow us on

કોઈએ સાચું જ કહ્યું છે – ઈરાદા મજબૂત હોય તો મંઝિલ પ્રાપ્ત થાય છે. આવી જ કહાની ટીમના કોચ જસ્ટિન લેંગર (Justin Langer) ની પણ છે, જે T20 ક્રિકેટના નવા વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. ઓસ્ટ્રેલિયા (Australia) ની કેબિનેટમાં આ ખિતાબ (T20 World Cup trophy) મીસિંગ હતો. તે પણ જસ્ટીન લેંગરના કોચિંગ હેઠળ પૂર્ણ થયું હતું. જો કે, કોચ લેંગરના મજબૂત ઇરાદા અને વિચાર વિના આ ખાલીપો ભરવો શક્ય ન હોત. વાસ્તવમાં, આ સફળતા માત્ર ખેલાડીઓ સાથે વહાવેલા પરસેવાનું પરિણામ નથી, પરંતુ તે માનસિક શક્તિ અને ધૈર્યનું એક જબરદસ્ત ઉદાહરણ પણ છે.

ગત ઓક્ટોબર મહિનાની જ વાત છે, જ્યારે જસ્ટિન લેંગર સવાલોના ઘેરામાં હતો. તેના માટે હંગામો અને ભૂકંપ જેવા શબ્દો સમાનાર્થી બની ગયા હતા. ટીમના સિનિયર ખેલાડીઓ તેનાથી નારાજ હોવાની વાતો સામે આવી રહી હતી. અને આ બધાના કારણે તેને ટીમના કોચ પદેથી હટાવવાની માંગણી તેજ થઈ ગઈ હતી. પરંતુ તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં, લેંગરે માત્ર એક જ કામ કર્યું, તેનો ઈરાદો મજબૂત રાખ્યો. પોતાના ફોકસને અટકાવવા ન દીધુ. તેણે પોતાનું પદ ન છોડવાનું નક્કી કર્યું. અને આંગળીઓ ઉંચી કરનારાઓને યોગ્ય જવાબ આપવા માટે યોગ્ય તકની રાહ જોતા હતા.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તક ઝડપી લીધી, T20 વર્લ્ડ કપ જીત્યો

T20 વર્લ્ડ કપના છેલ્લા 14 વર્ષના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા એક વખત પણ ચેમ્પિયન બન્યું નથી. આ વાત જસ્ટિન લેંગરના દિલમાં સારી રીતે હતી. તેણે આ તકને બંને હાથે પકડી લીધી અને ઓસ્ટ્રેલિયાની T20 વર્લ્ડ કપ જીતવાની રાહનો અંત આણ્યો. જસ્ટિન લેંગર વાસ્તવમાં જીત માટે થોડો જુસ્સો ધરાવતો વ્યક્તિ છે. આવી સ્થિતિમાં, આ વર્ષના શરૂઆતના મહિનામાં જ્યારે ટીમની જીતની ગાડી ખચકાતી જોવા મળી હતી, ત્યારે તેની કાર્યશૈલી પર સવાલો ઉઠવા લાગ્યા હતા. અને જુદા જુદા પ્રકારની બાબતો સામે આવવા લાગી.

હારનો પડાવ થતા સવાલોનો ઘેરો સર્જાયો

હંગામાની આ પ્રક્રિયાની શરુઆત ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી ત્યારે જ થઇ હતી. જેમાં આગમાં ઘી હોમવાનુ કામ બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝમાં હાર મળી એણે કર્યુ. જ્યાં ભારત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ એશિયન દેશ બન્યો છે. જ્યારે આવું પ્રથમ વખત બન્યું કે બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને કોઈપણ ફોર્મેટ અને શ્રેણીમાં હરાવ્યું હોય.

ભારતની હાર બાદ લેંગરની કાર્યશૈલી પર સવાલો ઉભા થયા હતા. ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથેના તેના મતભેદના સમાચાર બહાર આવવા લાગ્યા હતા. તો બીજી તરફ બાંગ્લાદેશ સામે સિરીઝ હાર્યા બાદ તેની કોચની ખુરશી ખતરામાં જોવા મળી હતી. કોચ પદેથી તેમને હટાવવાની માંગ કરનારાઓમાં એડમ ગિલક્રિસ્ટ જેવા દિગ્ગજ વ્યક્તિનું નામ પણ સામેલ હતું.

019 WC જીતવામાં નિષ્ફળ, 2021 T20 WC જીતવામાં સફળ

લેંગર પર ચારેતરફ થી આક્રમણ અને તેના પર દબાણ વધારતા જોઈને, ટીમના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ આખરે તેના સમર્થનમાં આવ્યા. જેમાં ટેસ્ટ કેપ્ટન ટિમ પેન, ઝડપી બોલર પેટ કમિન્સ અને સફેદ બોલના કેપ્ટન એરોન ફિન્ચનો સમાવેશ થાય છે. જસ્ટિન લેંગરને 22 મે 2018માં ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેણે ડેરેન લેહમેનની જગ્યાએ આ કમાન સંભાળી હતી.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ઓસ્ટ્રેલિયા સામે કઇ ચૂક રહી ગઇ કે ન્યુઝીલેન્ડના હાથમાંથી સરકી ગઇ ટ્રોફી, જાણો અહીં

આ પણ વાંચોઃ T20 World Cup Final: ઓસ્ટ્ર્લિયા પ્રથમ વાર T20 ચેમ્પિયન, ન્યુઝીલેન્ડને 8 વિકેટે પરાજીત કરી વિશ્વકપ ટ્રોફી હાંસલ કરી

Published On - 8:38 am, Mon, 15 November 21

Next Article