IND vs AUS: ઓસ્ટ્રેલિયા All Out, ભારત સામે 270 રનનુ લક્ષ્ય, હાર્દિક-કુલદીપની 3-3 વિકેટ

|

Mar 22, 2023 | 8:38 PM

India Vs Australia 3rd ODI Innings Report: વનડે સિરીઝ 1-1 થી બરાબર પર રહેતા ચેન્નાઈમાં રમાઈ રહેલી મેચ નિર્ણાયક રહી છે, ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ છે.

IND vs AUS: ઓસ્ટ્રેલિયા All Out, ભારત સામે 270 રનનુ લક્ષ્ય, હાર્દિક-કુલદીપની 3-3 વિકેટ
India Vs Australia 3rd ODI Innings Report

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની અંતિમ મેચ બુધવારે ચેન્નાઈમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભારત પ્રવાસની આ અંતિમ મેચ છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. શરુઆત ઓસ્ટ્રેલિયાઈ બેટરો સારી બનાવી રહ્યા હોય એમ લાગી રહ્યુ હતુ, આ દરમિયાન હાર્દિક પંડ્યા ત્રાટકતા ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મુકી દીધુ હતુ. ઓસ્ટ્રેલિયાનો ઓપનર મિશેલ માર્શ અડધી સદી ચૂક્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ એક ઓવર બાકી રહેતા સમેટાઈ ગઈ હતી. આમ ભારત સામે 270 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ.

વનડે સિરીઝ 1-1 થી બરાબરી પર છે. આ દરમિયાન ભારતીય બોલરોએ અંતિમ વનડેમાં શાનદાર બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચેના એક સમયે એક એક રન માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવની જોડીએ ઓસ્ટ્રેલિયન બેટરોને એક બાદ એક ઝડપથી પેવેલિયનનો રસ્તો મપાવ્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયાએ પડકાર જનક સ્કોર ખડકવામાં અંતમાં સફળતા મેળવી હતી.

ઓસ્ટ્રેલિયાનો રન માટે સંઘર્ષ

શરુઆત ઓસ્ટ્રેલિયન ઓપનરોએ સારી કરવાના સંકેત આપ્યા હતા. જોકે હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયાના સપનાઓને તોડી નાંખ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટોપ ઓર્ડરને હાર્દિક પંડ્યાએ પેવેલિયન મોકલીને રન માટે સંઘર્ષની સ્થિતીમાં આવી ચુક્યુ હતુ. ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શે 68 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. હાર્દિક પંડ્યાએ પ્રથમ વિકેટ ટ્રેવિસ હેડના રુપમાં ઝડપી હતી. હેડે 31 બોલનો સામનો કરીને 33 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ સુકાની સ્ટીવ સ્મિથ શૂન્યમાં જ હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો. સ્મિથ કેએલ રાહુલે કેચ ઝડપ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઓપનર મિશેલ માર્શ 3 રનથી અડધી સદી ચુક્યો હતો. તેણે 47 બોલનો સામનો કરીને 47 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. પંડ્યાએ માર્શને ક્લીન બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો. ડેવિડ વોર્નર 31 બોલનો સામનો કરીને 23 રન નોંધાવી પરત ફર્યો હતો. માર્નસ લાબુશેન 45 બોલનો સામનો કરીને 28 રન નોંધાવી પરત ફર્યો હતો. એલેક્સ કેરીને કુલદીપ યાદવે બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. કેરીએ 46 બોલનો સામનો કરીને 38 રન નોંધાવ્યા હતા. માર્કસ સ્ટોઈનીસે 25 રન નોંધાવ્યા હતા. સિન એબોટે 26 રન અને એશ્ટન એગરે 17 રન અને મિશેલ સ્ટાર્ક તથા એડમ ઝંપાએ 10-10 રન નોંધાવ્યા હતા.

હાર્દિક-કુલદીપનો તરખાટ

ટીમ ઈન્ડિયાના હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર તોડવામાં સફળતા મેળવી હતી. બાદમાં કુલદીપ યાદવ, સિરાજ અને અક્ષર પટેલે બાકીનુ કામ પાર પાડ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ 8 ઓવર કરીને 44 રન ગુમાવ્યા હતા. તેણે 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 10 ઓવર કરીને 56 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે એક ઓવર મેડન કરી હતી. અક્ષર પટેલે 8 ઓવર કરીને 57 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી.જ્યારે સિરાજે 7 ઓવર કરીને 1 ઓવર મેડન કરી 37 રન આપ્યા હતા. તેણે 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ 10 ઓવર કરીને 34 રન ગુમાવ્યા હતા, જોકે તેને વિકેટ નસીબ થઈ નહોતી.

Published On - 5:39 pm, Wed, 22 March 23

Next Article