વર્લ્ડ કપ ચેમ્પિયન્સ કાંગારુઓની આઈપીએલ 2024ના ઓક્શનમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો બેઝ પ્રાઈઝનુ લિસ્ટ

દસ ફ્રેન્ચાઇઝીસ પાસે ભરવા માટે કુલ 77 સ્લોટ છે, જેમાંથી 30 વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. ODI વર્લ્ડ કપમાં કૌશલ્ય અને પ્રદર્શનના આધારે, સ્ટાર્ક, હેડ અને રવિન્દ્રને ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ઊંચી બિડિંગ થાય તેવી શકયતા છે. ઓક્શન પહેલા ચાલો જાણીએ કોની બેઝ પ્રાઈઝ કેટલી છે.

વર્લ્ડ કપ ચેમ્પિયન્સ કાંગારુઓની આઈપીએલ 2024ના ઓક્શનમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો બેઝ પ્રાઈઝનુ લિસ્ટ
IPL auction 2024
| Edited By: | Updated on: Dec 02, 2023 | 5:48 PM

19 ડિસેમ્બરના રોજ દુબઈમાં આઈપીએલ 2024ની હરાજી યોજાશે. આઈપીએલ ઈતિહાસમાં પહેલીવાર ભારતની બહાર હરાજી યોજાશે. આઈપીએલ 2024ના ઓક્શન માટે કુલ 1166 ખેલાડીઓને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 1,166 ખેલાડીઓમાં, 830 ભારતીય ખેલાડીઓ છે, જેમાં 336 વિદેશી ખેલાડીઓ છે. યાદીમાં 212 કેપ્ડ, 909 અનકેપ્ડ અને 45 એસોસિયેટ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

દસ ફ્રેન્ચાઇઝીસ પાસે ભરવા માટે કુલ 77 સ્લોટ છે, જેમાંથી 30 વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. ODI વર્લ્ડ કપમાં કૌશલ્ય અને પ્રદર્શનના આધારે, સ્ટાર્ક, હેડ અને રવિન્દ્રને ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ઊંચી બિડિંગ થાય તેવી શકયતા છે. જો સ્ટાર્કને ખરીદવામાં આવે છે, તો તે RCB માટે છેલ્લી 2015 સિઝન રમ્યા બાદ આઠ વર્ષ પછી IPLમાં પરત ફરશે.

ઑસ્ટ્રેલિયાની ODI વર્લ્ડ કપ વિજેતા ટીમમાંથી પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, સ્ટીવન સ્મિથ, જોશ ઇંગ્લિસ અને સીન એબોટ – 2024 IPL ખેલાડીઓની હરાજીમાં 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે પ્રવેશનાર 25 ખેલાડીઓમાં સામેલ છે

બેઝ પ્રાઈસ INR 2 કરોડ : હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેદાર જાધવ, મુજીબ ઉર રહેમાન, સીન એબોટ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, મિશેલ સ્ટાર્ક, સ્ટીવ મુસ્તાફ રહેમાન , ટોમ બેન્ટન, હેરી બ્રુક, બેન ડકેટ, જેમી ઓવરટોન, આદિલ રશીદ, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, લોકી ફર્ગ્યુસન, ગેરાલ્ડ કોએત્ઝી, રીલી રોસોઉ, રાસી વાન ડેર ડ્યુસેન, એન્જેલો મેથ્યુસ

બેઝ પ્રાઈસ INR 1.5 કરોડ : મોહમ્મદ નબી, મોઇસેસ હેનરિક્સ, ક્રિસ લિન, કેન રિચાર્ડસન, ડેનિયલ સેમ્સ, ડેનિયલ વોરલ, ટોમ કુરાન, માર્ચેન્ટ ડી લેંગે, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, ટાઇમલ મિલ્સ, ફિલ કોર સોલ્ટ, અને , કોલિન મુનરો, જિમી નીશમ, ટિમ સાઉથી, કોલિન ઇન્ગ્રામ, વાનિન્દુ હસરાંગા, જેસન હોલ્ડર, શેરફેન રધરફોર્ડ

બેઝ પ્રાઈસ INR 1 કરોડ : એશ્ટન અગર, રિલે મેરેડિથ, ડી’આર્સી શોર્ટ, એશ્ટન ટર્નર, ગુસ એટકિન્સન, સેમ બિલિંગ્સ, માઈકલ બ્રેસવેલ, માર્ટિન ગુપ્ટિલ, કાયલ જેમિસન, એડમ મિલ્ને, ડેરીલ મિશેલ, વેઈન પાર્નેલ, ડ્વા પ્રિટોરિયસ, અલઝારી જોસેફ, રોવમેન પોવેલ, ડેવિડ વિઝ

આ પણ વાંચો: આફ્રિકા બાદ ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 3 નવા ચહેરાઓને મળી તક

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો