World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપ માટે ટીમની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન?

|

Aug 07, 2023 | 12:10 PM

ઓસ્ટ્રેલિયાએ 30 ODIમાં 1000થી વધુ રન બનાવનાર ખેલાડીને તેમની ODI વર્લ્ડ કપ ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી યોજાવાનો છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ 22 સપ્ટેમ્બરે ભારત આવશે.

World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપ માટે ટીમની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન?
Australia

Follow us on

ઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપ (ODI World Cup 2023) માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 18 સભ્યોની ટીમમાં જ્યાં માર્નસ લાબુશેન (Marnus Labuschagne) ને સ્થાન ન મળ્યું ત્યાં તેનું ODI વર્લ્ડ કપ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આ સાથે જ ડેવિડ વોર્નર (David Warner) પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તાજેતરમાં જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતની મુલાકાતે આવી હતી ત્યારે લાબુશેન તેનો એક ભાગ હતો. પરંતુ, લાબુશેને ભારત સામેની 3 મેચની વનડે શ્રેણીમાં માત્ર 43 રન જ બનાવ્યા હતા અને ફ્લોપ સાબિત થયો હતો જેનું તેને હવે પરિણામ મળ્યું છે.

માર્નસ લાબુશેનનું વર્લ્ડ કપ રમવાનું સપનું તૂટી ગયું

માર્નસ લાબુશેને ઓસ્ટ્રેલિયા માટે 30 વનડે રમી છે, જેમાં તેણે 31.37ની સરેરાશથી માત્ર 847 રન બનાવ્યા છે. લાબુશેનના ​​નામે ODIની 28 ઇનિંગ્સમાં માત્ર 1 સદી અને 6 અડધી સદી છે. લાબુશેને વર્ષ 2020માં વનડેમાં પદાર્પણ કર્યું હતું. આવી સ્થિતિમાં જો તેને ઓસ્ટ્રેલિયાની ટીમમાં પસંદ કરવામાં આવે તો તે પ્રથમ વખત વનડે વર્લ્ડ કપ રમી શક્યો હોત. પરંતુ, તેને ટીમમાંથી બહાર કરવાના નિર્ણય બાદ આવું થઈ શક્યું નહીં.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ઓસ્ટ્રેલિયાએ 18 સભ્યોની ટીમની જાહેરાત કરી

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આવતા વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે માત્ર 18 સભ્યોની ટીમ જ પસંદ કરી નથી, પરંતુ તે પહેલા દક્ષિણ આફ્રિકા અને ભારત સામે રમાનારી ODI શ્રેણી માટે પણ પસંદગી કરી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ 22 સપ્ટેમ્બરે ભારત આવશે

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકામાં 5 વન-ડે મેચોની શ્રેણી રમવાની છે, ત્યાર બાદ તેને ODI વર્લ્ડ કપ પહેલા ભારતનો પ્રવાસ કરવો પડશે. ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યાં ઓસ્ટ્રેલિયા 3 વનડે મેચોની શ્રેણી રમશે.

આ પણ વાંચોઃ IND vs WI: પહેલી બે T20માં વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને શીખવ્યો પાઠ

ODI વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ:

પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, એરોન હાર્ડી, જોસ હેઝલવુડ , જોસ ઇંગ્લિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા, ટ્રેવિસ હેડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article