T20 World Cup 2022 પહેલા વેસ્ટ ઈન્ડિઝ ભૂલો સુધારવામાં નિષ્ફળ, ઓસ્ટ્રેલિયાએ જીત સાથે ભર્યો હુંકાર

|

Oct 07, 2022 | 9:33 PM

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પહેલા વેસ્ટ ઈન્ડિઝની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ હતી અને અહીં પણ નિકોલસ પૂરનની ટીમ તેમની ખામીઓને સુધારવામાં નિષ્ફળ રહી હતી.

T20 World Cup 2022 પહેલા વેસ્ટ ઈન્ડિઝ ભૂલો સુધારવામાં નિષ્ફળ, ઓસ્ટ્રેલિયાએ જીત સાથે ભર્યો હુંકાર
Australia beats West Indies by 31 runs

Follow us on

વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (Australian Cricket Team) પાસે ઘરઆંગણે પોતાના પ્રશંસકોની સામે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) નો ખિતાબ બચાવવાની શાનદાર તક છે. ઓસ્ટ્રેલિયામાં આ મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં યજમાન ટીમને પહેલાથી જ ખિતાબ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જો દાવા પર કોઈ શંકા હોય તો એરોન ફિન્ચ (Aaron Finch) ની ટીમે તેમના તાજેતરના પ્રદર્શનથી તમામ શંકાઓ દૂર કરી દીધી છે. ભારતમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી જીતીને પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે.

બ્રિસ્બેનમાં શુક્રવારે 7 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની બેટિંગ તેની સંપૂર્ણ લયમાં દેખાઈ ન હતી, પરંતુ ડેવિડ વોર્નર અને ટિમ ડેવિડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. ડેવિડની આ બે ધમાકેદાર ઈનિંગ્સે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ, ગ્લેન મેક્સવેલ અને સ્ટીવ સ્મિથ જેવા દિગ્ગજ બેટ્સમેનોની નિષ્ફળતા છુપાવી દીધી અને વેસ્ટ ઈન્ડિઝ સામે 179 રનનો પડકારજનક ટાર્ગેટ આપ્યો.

વોર્નર-ડેવિડ ની ધમાલ

ભારત પ્રવાસ પર ધમાકેદાર બેટિંગ કરી રહેલો કેમેરોન ગ્રીન સતત બીજી મેચમાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ વોર્નરે વિન્ડીઝના બોલરોને જોરદાર રીતે ફટકાર્યા હતા. વોર્નર અને ફિન્ચ વચ્ચે બીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી થઈ હતી, જેમાં ફિન્ચે માત્ર 15 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેને માત્ર 41 બોલમાં 75 રન બનાવ્યા હતા. બીજી તરફ, ગ્લેન મેક્સવેલનો ખરાબ તબક્કો ચાલુ રહ્યો અને પછી તે માત્ર 1 રન બનાવીને આગળ વધ્યો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડને ટીમમાં સામેલ કર્યો હતો અને તે સતત આ નિર્ણયને સાચો સાબિત કરી રહ્યો છે. ડેવિડે માત્ર 20 બોલમાં 42 રન બનાવ્યા અને ટીમને 150થી આગળ લઈ ગઈ. ડેવિડ અને વોર્નરની માર વચ્ચે અલઝારી જોસેફ (3/24)એ સંયમપૂર્વક બોલિંગ કરી અને વેસ્ટ ઈન્ડિઝ માટે વિકેટ લીધી.

સ્ટાર્ક એ દમ નિકાળી દીધો

ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી નિકોલસ પૂરનની વિન્ડીઝ વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડની મેચો પહેલા તેમની નિરાશાજનક બેટિંગને સુધારી શકી નથી. ફરી એકવાર વિન્ડીઝના બેટ્સમેનો મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન પૂરન પોતે માત્ર 2 રન બનાવી શક્યો હતો. મિશેલ સ્ટાર્ક (4/20)ની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયન પેસ આક્રમણનો સામનો કરવો વિન્ડીઝના બેટ્સમેનો માટે કપરું કામ સાબિત થયું.

અનુભવી ડાબોડી ફાસ્ટ બોલર સ્ટાર્કે પ્રથમ ઓવરમાં જ વાતાવરણ સર્જ્યું અને તેના બોલ પર કાયલ મેયર્સનો જબરદસ્ત કેચ લીધો. આ સિવાય તેણે કેપ્ટન પૂરન અને જેસન હોલ્ડર જેવી વિકેટ પણ લીધી હતી. અકીલ હુસૈન અને અલઝારી જોસેફે વેસ્ટ ઈન્ડિઝ તરફથી નીચલા ક્રમમાં કેટલાક પ્રયાસો કર્યા હતા, પરંતુ તે પૂરતા ન હતા અને ટીમ 8 વિકેટના નુકસાને 147 રન બનાવી શકી હતી અને 31 રનથી હારી ગઈ હતી.

Published On - 9:30 pm, Fri, 7 October 22

Next Article