1 / 6
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચે 8 ડિસેમ્બરથી એશિઝ સિરીઝ (Ashes Series) શરૂ થઈ રહી છે. આ ક્રિકેટની સૌથી મોટી શ્રેણી કહેવાય છે જ્યાં લાગણીઓ ચરમસીમાએ હોય છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ માટે ક્રિકેટમાં એશિઝ સિરીઝથી મોટું કંઈ નથી. આ શ્રેણી રમતગમતની દુનિયાની સૌથી જૂની અને સૌથી લાંબી ચાલતી સ્પર્ધાઓમાંની એક છે. એશિઝ શ્રેણી એકવાર ઈંગ્લેન્ડમાં અને એક વખત ઓસ્ટ્રેલિયામાં યોજાતી હોય છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં શ્રેણી યોજાઈ રહી છે અને પ્રથમ ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા (Gabba Test)મેદાન પર રમાઇ રહી છે. એશિઝની આ 72મી શ્રેણી છે. બંને ટીમો દર બે વર્ષે સ્પર્ધા કરે છે અને એશિઝની વિજેતા, રમતની સૌથી ટૂંકી ટ્રોફી, પાંચ ટેસ્ટ મેચો દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ એશિઝની શરૂઆત ક્યાંથી થઈ અને શા માટે આ ટ્રોફી માટે ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયામાં રોમાંચ ચરમ પર હોય છે.