એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં પાકિસ્તાનને ભારે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ શરમજનક ઘટના મહિલા ક્રિકેટમાં બની છે. આ ઈવેન્ટમાં પાકિસ્તાન એશિયન ચેમ્પિયન હતું. પરંતુ આ વખતે તેની હાલત એટલી ખરાબ હતી કે ગોલ્ડ મેડલ તો છોડો, તેના માટે બ્રોન્ઝ મેડલ જીતવો પણ મુશ્કેલ બની ગયો. પાકિસ્તાનની (Pakistan) ટીમે આ ઈવેન્ટમાં ખાલી હાથ રહેવું પડ્યું હતું જેમાં તે ગોલ્ડ મેડલ જીતવાની દાવેદાર હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનના લોકો માટે હાંગઝોઉમાં પોતાની મહિલા ક્રિકેટ (Women Cricket) ટીમની હારને પચાવવી થોડી મુશ્કેલ બની રહી છે.
પાકિસ્તાનની ટીમને સેમિફાઈનલમાં શ્રીલંકાના હાથે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બ્રોન્ઝ મેડલ મેચમાં બાંગ્લાદેશ સામે તેનાથી પણ ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશની મહિલાઓએ 10 બોલ બાકી રહેતા પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. આ સાથે તેણે 9 વર્ષ પહેલા મળેલી હારનો બદલો પણ લઈ લીધો.
9 વર્ષ પહેલા શું થયું હતું તે જણાવતા પહેલા જાણી લો એશિયન ગેમ્સ 2023ની બ્રોન્ઝ મેડલ મેચમાં બંને ટીમો વચ્ચે શું થયું હતું. આ મેચમાં પાકિસ્તાનની મહિલાઓએ પ્રથમ બેટિંગ કરી હતી. આશા હતી કે આ મેચમાં તે સેમિફાઈનલ જેવી ભૂલ નહીં કરે. પરંતુ અહીં તેમણે તેનાથી પણ ખરાબ ક્રિકેટનું પ્રદર્શન કર્યું. પરિણામ એ આવ્યું કે પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 64 રન જ બનાવી શકી હતી.
Solid performance
Bangladesh claim Bronze Medal at the #AsianGames Women’s T20Is after defeating Pakistan
: https://t.co/kJ84KHBMB9 pic.twitter.com/5qIWajpRmR
— ICC (@ICC) September 25, 2023
હવે બાંગ્લાદેશ પાસે બ્રોન્ઝ મેડલ જીતવા માટે 65 રનનો ટાર્ગેટ હતો, જે તેણે 18.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે બાંગ્લાદેશે મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને તેનો બદલો પણ પૂર્ણ થઈ ગયો.
આ પણ વાંચો : IND vs PAK : વર્લ્ડ કપ પહેલા જ શરૂ થયું યુદ્ધ, PCBએ ICCને પત્ર લખીને BCCIની ફરિયાદ કરી
હકીકતમાં, 9 વર્ષ પહેલા એટલે કે 2014 ઇંચિયોન એશિયન ગેમ્સમાં પાકિસ્તાને બાંગ્લાદેશનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. આ વખતે બાંગ્લાદેશે પાકિસ્તાનને એવા નાજુક સમયે હરાવ્યું કે તેને કોઈ મેડલ મળ્યો ન હતો. 2014ની ગોલ્ડ મેડલ વિજેતા ટીમ 2023ની એશિયન ગેમ્સમાં મેડલ વિના જ રહી હતી.