Asia Cup 2022 : એશિયા કપનું શેડ્યૂલ જાહેર ,ભારત-પાકિસ્તાનની ટક્કર 28 ઓગસ્ટે

|

Aug 02, 2022 | 5:45 PM

એશિયા કપનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન 28 ઓગસ્ટે ટકરાશે. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે.

Asia Cup 2022 : એશિયા કપનું શેડ્યૂલ જાહેર ,ભારત-પાકિસ્તાનની ટક્કર 28 ઓગસ્ટે
ભારત-પાકિસ્તાનની ટક્કર 28 ઓગસ્ટે, એશિયા કપનું શેડ્યૂલ જાહેર
Image Credit source: Twitter

Follow us on

AsiaCup2022 :  ક્રિકેટના મેદાનમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન (Pakistan)વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. એશિયા કપમાં બંને ટીમો એકબીજા સાથે ટકરાતી જોવા મળશે. એશિયા કપ (AsiaCup2022 )નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Dubai International Stadium)માં મેચ રમાશે. એશિયા કપની ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા એશિયા કપ શ્રીલંકામાં યોજાવાનો હતો, પરંતુ ત્યાંની પરિસ્થિતિને જોતા આ ટૂર્નામેન્ટને યુએઈમાં શિફ્ટ કરવામાં આવી હતી.

એશિયા કપનું શિડ્યુલ જાહેર

એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ પછી 28 ઓગસ્ટ રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ પણ ભાગ લેશે તેમજ ક્વોલિફાયર ટીમ પણ એશિયા કપમાં રમતી જોવા મળશે. ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત-પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમનો સમાવેશ થાય છે. બી ગ્રુપમાં શ્રીલંકા-અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

 

 

 

તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. વર્ષ 2018માં એશિયા કપની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હતું. 2016માં પણ ભારતે એશિયા કપ (Asia Cup 2022)જીત્યો હતો. મતલબ કે હવે ટીમ ઈન્ડિયા પાસે હેટ્રિક ફટકારવાની તક છે. ગત એશિયા કપની વાત કરીએ તો તે પણ ભારતમાં યોજાવાની હતી, પરંતુ પાકિસ્તાન સાથેના વિવાદને કારણે તેનું આયોજન UAEમાં જ કરવામાં આવ્યું હતું. આ વખતે પણ શ્રીલંકાના આર્થિક સંકટના કારણે ટૂર્નામેન્ટનું આયોજન UAEમાં કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, એશિયા કપની તમામ મેચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સૌથી સફળ રહી છે

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર છે. ભારતીય ટીમ 7 વખત એશિયા કપ જીતી ચુકી છે. જ્યારે પાકિસ્તાન માત્ર બે વખત એશિયા કપ જીત્યું છે. પાકિસ્તાને છેલ્લે 2012માં એશિયા કપ જીત્યો હતો.

 

Published On - 4:59 pm, Tue, 2 August 22

Next Article