Ind vs Pak: આજે ભારત-પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર, જાણો કોણ, કોના પર રહેશે ભારે ?

|

Sep 04, 2022 | 6:42 AM

IND Vs PAK Asia Cup Match Preview: ભારત અને પાકિસ્તાન બંને આ મેચ જીતીને ફાઇનલમાં જવાનો રસ્તો સરળ બનાવવા માંગે છે

Ind vs Pak: આજે ભારત-પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર, જાણો કોણ, કોના પર રહેશે ભારે ?
Rohit Sharma and Babar Azam. India vs Pakistan Asia Cup

Follow us on

એશિયા કપના (Asia Cup) ગ્રુપ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમ (India) રવિવારથી સુપર 4ના અભિયાનની શરૂઆત કરશે. આ વખતે પણ તેની પ્રથમ મેચ પાકિસ્તાન (Pakistan) સામે છે. એક અઠવાડિયા પહેલા જ દુબઈના આ જ મેદાન પર બંને ટીમો આમને-સામને હતી અને જીત ભારતના  હાથમાં આવી હતી. ફરી એકવાર ટીમ ઈન્ડિયા જીતના વિચાર સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી વખત મેચ છેલ્લી ઓવરમાં સમાપ્ત થઈ ગઈ હતી અને ફરી એકવાર તે જ અપેક્ષા રાખવામાં આવે છે. જોકે, જીતવા માટે ટીમના ટોપ ઓર્ડરને સારી રમત બતાવવી પડશે.

ટોપ ઓર્ડર નિષ્ફળ

પાવરપ્લેમાં ભારતના ટોચના ક્રમના બેટ્સમેનોનું પ્રદર્શન સમસ્યારૂપ છે તો બિનઅનુભવી અવેશ ખાનની ડેથ ઓવરોની બોલિંગ પણ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં ભારતને બોલિંગ આક્રમણમાં ફેરફાર કરવાની જરૂર લાગશે. કારણ કે તેનો સામનો પાકિસ્તાન સામે છે, જેણે છેલ્લી મેચમાં હોંગકોંગને 150થી વધુ રનથી હરાવ્યું હતું. ભારતને રવીન્દ્ર જાડેજાની પણ ખોટ પડશે, જે ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર અવેશ ખાન પણ આ મહત્વની મેચ પહેલા બીમાર થઈ ગયો છે.

રક્ષણાત્મક રીતે રમી રહ્યા છે ટોપ ઓર્ડરના બેટ્સમેનો

ભારતીય ટીમ માટે જોકે પાવર પ્લેમાં ટોચના ક્રમના બેટ્સમેનોનું રક્ષણાત્મક વલણ સમસ્યા બની શકે છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં વિરાટ કોહલી કે રોહિત શર્મા બેમાંથી કોઈ આરામથી રમી શક્યું ન હતું. પીચ ધીમી પડતાં તેમની સમસ્યા વધી ગઈ. હોંગકોંગ જેવી નબળી ટીમ સામે પણ ભારતીય ટોપ ઓર્ડરે ધીમી બેટિંગ કરી હતી અને સૂર્યકુમાર યાદવની શ્રેષ્ઠ ઈનિંગના કારણે ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. ભારતીય ટોપ ઓર્ડરની ધીમી રમતનો અંદાજ આના પરથી લગાવી શકાય છે, કેએલ રાહુલે 39 બોલમાં 36 રન બનાવ્યા, જે તેની અત્યાર સુધીની સૌથી ધીમી ઇનિંગ છે. રાહુલ પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં નસીમ શાહના જે બોલનો સામનો કરતા આઉટ થયો હતો, બરાબર તેવા જ બોલનો સામનો કરતા રાહુલ હોગકોંગ સામેની મેચમાં પણ આઉટ થયો હતો. તેને બીજી તક આપવાની જરૂર છે પરંતુ તેણે પોતાનું રમવાનું વલણ બદલવું પડશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પાકિસ્તાનને સારી શરૂઆતની જરૂર છે

પાકિસ્તાનના બેટ્સમેનોએ પણ પ્રથમ 10 ઓવરમાં વધુ રન બનાવવાની જરૂર છે. મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમને પીછો કરતી વખતે સારી સફળતા મળી છે પરંતુ જ્યારે પ્રથમ બેટિંગ કરવાની વાત આવે છે ત્યારે આ જોડીને વધારે સફળતા મળી નથી. આ સિવાય દુબઈની પીચ ધીમી રહી છે. જેના કારણે બેટ્સમેનોને મુશ્કેલી પડી શકે છે. અવેશની ગેરહાજરીમાં ભારતીય ટીમ ઝડપી બોલર અર્શદીપ સિંહ અને એક વધારાના સ્પિનર ​​સાથે મેદાનમાં ઉતરી શકે છે.

જ્યારે ભારત પાસે અક્ષર પટેલના રૂપમાં કિફાયતી બોલિંગ ધરાવતા ખેલાડીની પસંદગી છે, ત્યારે દીપક હુડાને બેટિંગ ઓલરાઉન્ડર તરીકે અથવા રવિચંદ્રન અશ્વિનને બોલિંગ ઓલરાઉન્ડર તરીકે અજમાવી શકાય છે. પાકિસ્તાનના ટોપ ઓર્ડરમાં છમાંથી બે બેટ્સમેન ડાબા હાથના બેટ્સમેન ફખર જમાન અને ખુશદિલ શાહ છે. આવી સ્થિતિમાં ભુવનેશ્વર કુમાર અને હાર્દિકની સાથે ઓફ સ્પિનર ​​હોવું સારું કોમ્બિનેશન બની શકે છે.

ટીમ આ મુજબ છે

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર, મોહમ્મદ હસનૈન, હસન અલી.

 

Next Article