Asia Cup 2022: શ્રેષ્ઠ ઈનીંગ યાદીમાં વિરાટ કોહલી નંબર 1, પાકિસ્તાન સામે રમી હતી તોફાની ઈનીંગ, જાણો ટોપ 5 ઈનીંગ

|

Aug 25, 2022 | 9:38 AM

વિરાટ કોહલી (Virat Kohli) ની વર્ષ 2012 ઈનીંગને યાદ કરીને આજે પણ પાકિસ્તાન ફફડતુ હશે. કોહલીએ પાકિસ્તાન (India Vs Pakistan) સામે મીરપુર માં 22 ચોગ્ગા ફટકાર્યા હતા.

Asia Cup 2022: શ્રેષ્ઠ ઈનીંગ યાદીમાં વિરાટ કોહલી નંબર 1, પાકિસ્તાન સામે રમી હતી તોફાની ઈનીંગ, જાણો ટોપ 5 ઈનીંગ
Virat Kohli એ પાકિસ્તોતાન સામે ફાની ઈનીંગ રમી હતી

Follow us on

એશિયા કપમાં ભારતીય ટીમનો દબદબો છે. એશિયા કપ (Asia Cup 2022) માં ભારતીય ખેલાડીઓ પણ પોતાના પ્રદર્શન વડે આગવો રુઆબ ધરાવે છે. હવે ફરી એક વાર એશિયા કપમાં ભારતીય ખેલાડીઓને પોતાનુ શાનદાર પ્રદર્શન કરવાનો મોકો છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર પણ એશિયા કપમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર રહેલી છે. ભારતીય ટીમ (Indian Cricket team) નુ અભિયાન પાકિસ્તાન સામેની મેચ સાથે શરુ થશે. એશિયા કપમાં સૌથી સર્વ શ્રેષ્ઠ સ્કોર રચનાર ક્યા પાંચ ખેલાડી છે તેની પર એક નજર કરીશું. આ યાદીમાં વિરાટ કોહલી (Virat Kohli) ટોપ પર છે.

રવિવારે 28મી ઓગષ્ટ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાજંગ ખેલાનારો છે. બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં પ્રેકટીશમાં તનતોડ મહેનત કરી રહ્યા છે. બંને ટીમ એક બીજા પર ભારે પડવા માટે પુરો દમ જંગ પહેલા તૈયારીઓમાં લગાવી રહી છે. હવે આવી સ્થિતીમાં સ્વાભાવિક જ સૌથી સારો સ્કોર કરનારા ખેલાડી કોણ છે એવો સવાલ થાય. અમે એ સવાલનો જ જવાબ આપી રહ્યા છે. જેમ અગાઉ કહ્યુ એમ કોહલી ટોપ પર છે, બાકી ચાર સ્થાન પર કોણ છે એ પણ જાણીશું. સાથે એ પણ બતાવી દઈએ કે ટોપ ફાઈવમાં 2 ખેલાડીઓ નામ ભારતીય છે.

ટોપ ફાઈવ ખેલાડીઓની યાદી

  1. વિરાટ કોહલી, ભારતઃ આ ખેલાડીએ એશિયા કપ 2012 માં પાકિસ્તાન સામે ધમાલ મચાવી દીધી હતી. જે આજે દશ વર્ષ બાદ પણ વિરાટ નો ચહેરો જોઈને પાકિસ્તાન ફફડતુ હશે. તેણે 183 રનની તોફાની ઈનીંગ રમી હતી. વર્ષ 2014 માં તેમે 136 રનની ઈનીંગ બાંગ્લાદેશ સામે રમી હતી. જે ઈનીંગ પણ ટોપ ફાઈવમાં સામેલ છે.
  2. મુશ્ફિકુર રહેમાન, બાંગ્લાદેશઃ આ યાદીમાં બીજા સ્થાન પર બાંગ્લાદેશનો ખેલાડી છે. મુશ્ફિકુર રહેમાન એ 144 રનની ઈનીંગ રમી હતી. તેણે આ ઈનીંગ શ્રીલંકા સામે 2018માં રમી હતી.
  3. યૂનુસ ખાન, પાકિસ્તાનઃ બીજા સ્થાન પર સંયુક્ત રીતે યૂનુસ ખાન પોતાનુ નામ ધરાવે છે. તેણે 2018 માં હોંગકોંગ સામે કોલંબોમાં વર્ષ 2004 માં આ ઈનીંગ રમી હતી.
  4. શોએબ મલિક, પાકિસ્તાનઃ ત્રીજા સ્થાન પર છે, તેણે ભારત સામે 2004 માં ભારત સામે 143 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 18 ચોગ્ગા અને 1 છગ્ગો નોંધાવ્યો હતો.
  5. સૌરવ ગાંગુલી, ભારતઃ અણનમ 135 રનની ઈનીંગ દાદાએ બાંગ્લાદેશ સામે વર્ષ 2000 ના દરમિયાન રમી હતી. દાદા એ આ ઈનીંગમાં 7 છગ્ગા જમાવ્યા હતા.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વર્ષ 2016માં ટી20 ફોર્મેટમાં આયોજન કરાયુ હતુ

આઈસીસી દ્વારા 2015 ના વર્ષ દરમિયાન એશિયાઈ ક્રિકેટ પરિષદનુ આકાર ઘટાડવા બાદ એવુ નક્કિ કરવામાં આવ્યુ હતુ કે, એશિયા કપ ટૂર્નામેન્ટને વન ડે અને ટી20 ફોર્મેટમાં રોટેશન આધારે આયોજન કરાશે. આ પહેલા માત્ર એક જ વાર ટી20 ફોર્મેટમાં એશિયા કપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે વર્ષ 2016માં આયોજીત કરાયેલ. જેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર ભારતીય ખેલાડી રોહિત શર્માએ નોંધાવ્યો હતો, જે ભારતીય ટીમનો વર્તમાન નિયમીત કેપ્ટન છે. તેણે 83 રનની ઈનીંગ રમી હતી. શબ્બીર રહેમાને 80 રન, દિલશાને 75 અને શોએબ મલિકે 63 તેમજ શિખર ધવને 60 રનની ઈનીંગ રમી હતી.

 

Published On - 9:32 am, Thu, 25 August 22

Next Article