મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે રમાઈ રહેલા એશિયા કપ-2023 (Asia Cup 2023) ની ફાઇનલમાં તબાહી મચાવી હતી. તેણે શ્રીલંકાના દાવની ચોથી ઓવરમાં શ્રીલંકાના ચાર બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. જો કે આ મેચમાં તે હેટ્રિક ચૂકી ગયો હતો, પરંતુ તેની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાની અડધી ટીમ ચોથી ઓવર સુધી પેવેલિયનમાં બેસી ગઈ હતી. આ ઓવરમાં શ્રીલંકાની ટીમ ધ્વસ્ત થઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) જ્યારે હેટ્રિક પર હતો ત્યારે તેણે કંઈક એવું કર્યું કે મેદાન પર હાજર દરેક તેના પર હસવા લાગ્યા. શ્રીલંકન ટીમના ખેલાડીઓ, સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો, ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓ પણ તેના પર હસવા લાગ્યા હતા.
આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તેના કેપ્ટનનો આ નિર્ણય નિષ્ફળ સાબિત થયો અને તેનું મુખ્ય કારણ સિરાજ હતો જેણે ચોથી ઓવર પહેલા જ શ્રીલંકાની અડધી ટીમને પેવેલિયનમાં મોકલવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જસપ્રીત બુમરાહે પહેલી જ ઓવરમાં કુશલ પરેરાને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી.
Castled!
Mohd. Siraj gets his 6⃣th wicket
Sri Lanka 33/7 in the 12th over.
Follow the match ▶️ https://t.co/xrKl5d85dN#AsiaCup2023 | #TeamIndia | #INDvSL pic.twitter.com/PqrdOm60Kb
— BCCI (@BCCI) September 17, 2023
સિરાજે ચોથી ઓવરના પહેલા બોલ પર પથુમ નિસાંકાને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી તેણે ત્રીજા બોલ પર સાદિરા સમરવિક્રમાને અને ચોથા બોલ પર ચરિતા અસલંકાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. સિરાજ હવે હેટ્રિક પર હતો. આવી સ્થિતિમાં, કેપ્ટન રોહિત શર્માએ મિડ-ઓન અને મિડ-વિકેટને હટાવીને સ્લિપ લીધી હતી. સિરાજે ઓફ સ્ટમ્પની લાઇનમાં બોલ ફેંક્યો અને તેની સામે ધનંજય ડી સિલ્વા હતો. તેણે મિડ-ઓન તરફ શોટ રમ્યો. ત્યાં કોઈ ફિલ્ડર નહોતું એટલે સિરાજ પોતે બોલને રોકવા દોડ્યો અને દોડતા-દોડતા બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો, પરંતુ તેના તમામ પ્રયાસો છતાં તે બાઉન્ડ્રીને રોકી શક્યો નહીં.
This is funny but Kuddos to him for chasing the ball #Siraj
pic.twitter.com/DvRs3DcZWP— Juhi Jain (@juhijain199) September 17, 2023
આ જોઈને સ્લિપ પર ઊભેલો કોહલી જોર જોરથી હસવા લાગ્યો. જો કે, તે એ વાત પર હસતો ન હતો કે સિરાજ આ બાઉન્ડ્રીને રોકી શક્યો ન હતો, પરંતુ તે એ વાત પર હસી રહ્યો હતો કે સિરાજ પોતે બોલિંગ કર્યા બાદ બાઉન્ડ્રી બચાવવા આટલું લાંબુ દોડ્યો હતો. ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પણ હસી રહ્યા હતા અને સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો પણ હસી રહ્યા હતા. જો કે, તે સિરાજનો જુસ્સો હતો જેના કારણે તે પોતાના જ બોલ પર રન રોકવા બાઉન્ડ્રી તરફ દોડ્યો હતો.
આ પણ વાંચો : Asia Cup Final: મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે એક જ ઓવરમાં 4 વિકેટ લઈ મચાવી તબાહી, જુઓ Video
સિરાજ હેટ્રિક લઈ શક્યો ન હતો પરંતુ તેણે આ ઓવરના છેલ્લા બોલ પર ધનંજયને ચોક્કસપણે આઉટ કર્યો હતો. ધનંજયે બે બોલમાં ચાર રન બનાવ્યા હતા. સિરાજ અહીં ન અટક્યો. જ્યારે તે તેની આગામી ઓવરમાં પાછો ફર્યો, ત્યારે તેણે ફરીથી વિકેટ લીધી. છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર તેણે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને પેવેલિયન મોકલી દીધો હતો. શનાકા બોલ્ડ થયો અને આ સાથે તેણે તેની પાંચમી વિકેટ પણ લીધી. સિરાજે પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત એક ODI મેચમાં પાંચ વિકેટ લીધી છે.આ સાથે તેણે ODIમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી લીધી છે.