મંગળવારે IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ રમાનારી છે. આ મેચનુ આયોજન ચેન્નાઈમાં કરવામાં આવ્યુ છે. જ્યારે બીજી ક્વોલિફાયર મેચ અમદાવાદમાં રમાનારી છે. જોકે આ દરમિયાન એલિમિનેટર મેચ ચેપોકમાં જ રમાનારી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ખાસ મહેમાનને નિંમત્રણ આપવામાં આવ્યુ છે. જેમાં સિઝનમાં શ્રીલંકા ક્રિકેટના અધ્યક્ષ શમ્મી સિલ્વા IPL પ્લેઓફ માટે આવનાર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે એશિયા કપને લઈ ચર્ચા થઈ શકે છે.
એશિયા કપનુ આયોજક આ વખતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છે. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે પહેલા જ સ્પષ્ટ વાત કરી દીધી હતી, કે ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ નહીં ખેડે. આમ એશિયા કપ માટે પાકિસ્તાનમાં પ્રવાસની ભારતે પહેલાથી જ ના ભણી દીધી હતી. તો પાકિસ્તાન પણ પોતાના દેશની બહાર એશિયા કપના આયોજનને લઈ તૈયાર નહી હોવાનો રાગ રટણ કર્યો હતો. ભારતે પહેલાથી જ પોતાની વાત રાખી હતી, ટૂર્નામેન્ટને પાકિસ્તાનથી બહાર આયોજીત કરવામાં આવે. પરંતુ હવે શ્રીલંકા ક્રિકેટ અધ્યક્ષનો ભારત પ્રવાસ એશિયા કપને માટેનો નિર્ણય ઝડપથી લેવા માટે મહત્વનો રહી શકે છે.
આ દરમિયાન હવે શ્રીલંકા ક્રિકેટના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ સંકેત આપ્યા છે કે, એશિયા કપના આયોજન અંગેનો નિર્ણય ઝડપથી સામે આવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ સિલ્વાએ બતાવ્યુ હતુ કે, તેમને IPL 2023 Play Offs માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ દરમિયાન એશિયા કપને લઈને ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડથી કોઈ જ નહીં હોય. તેમણે બતાવ્યુ હતુ કે, આગામી થોડાક સપ્તાહમાં એશિયા કપને લઈ નિર્ણય થઈ જશે.
“We have been invited to witness IPL Play-Offs in India and during that trip, there will be discussions on the Asia Cup 2023. Nothing has been decided yet. But, I think the fate of Asia Cup 2023 will be decided over the next week or so. ” SLC President Shammi Silva said today.
— Damith Weerasinghe (@Damith1994) May 20, 2023
પાકિસ્તાને એશિયા કપને લઈ કેટલાક પ્લાન રજૂ કર્યા હતા. જેમાં ટૂર્નામેન્ટનુ આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવે અને ભારતીય ટીમની મેચને યુએઈમાં રમાડવામાં આવે. પીસીબીના ચેરમેન નજમ શેઠીએ આ પ્લાન રજૂ કર્યો હતો. પાકિસ્તાને તો ભારતના પોતાના દેશમાં પ્રવાસથી દૂર રહેવા પર વિશ્વકપ માટે ભારત પોતાની ટીમ નહીં મોકલવાની વાતો કરી હતી. વનડે વિશ્વકપનુ આયોજન એશિયા કપ બાદ થનારુ છે.
Published On - 10:02 pm, Mon, 22 May 23