એશિયા કપ 2023ની મેચો શિફ્ટ થશે ! કોલંબોની તમામ મેચ અન્ય સ્થળે ખસેડાશે

|

Sep 03, 2023 | 7:00 PM

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચની મજા વરસાદને કારણે બગડી ગઈ હતી. આ મેચ બાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એશિયા કપ હાઈબ્રિડ મોડલ પર રમાઈ રહ્યો છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન પાકિસ્તાનમાં થયું હતું, જ્યારે તેની સુપર 4 મેચો આવતા સપ્તાહે શ્રીલંકામાં રમાશે. એશિયા કપનું યજમાન પાકિસ્તાન પણ શ્રીલંકામાં રમી રહ્યું છે. હકીકતમાં ભારતે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

એશિયા કપ 2023ની મેચો શિફ્ટ થશે ! કોલંબોની તમામ મેચ અન્ય સ્થળે ખસેડાશે

Follow us on

ગઈ કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. એશિયા કપ 2023ની આ હાઈવોલ્ટેજ મેચની મજા વરસાદને કારણે બગડી ગઈ હતી. હવે આ મેચ બાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એશિયા કપની મેચો શિફ્ટ થઈ શકે છે. તેની પાછળનું કારણ કોલંબોમાં ભારે વરસાદ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોલંબોમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદ પડી શકે છે અને તેને જોતા એશિયન ક્રિકેટ કાઉન્સિલ સુપર 4 મેચો શિફ્ટ કરવા પર વિચાર કરી રહી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કોલંબોમાં યોજાનારી મેચ પલ્લેકેલે અથવા દામ્બુલામાં યોજાઈ શકે છે.

એશિયા કપ હાઈબ્રિડ મોડલ પર રમાઈ રહ્યો છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન પાકિસ્તાનમાં થયું હતું, જ્યારે તેની સુપર 4 મેચો આવતા સપ્તાહે શ્રીલંકામાં રમાશે. એશિયા કપનું યજમાન પાકિસ્તાન પણ શ્રીલંકામાં રમી રહ્યું છે. હકીકતમાં ભારતે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

દાંબુલાની સલાહ આપી

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે દાંબુલામાં મેચ કરાવવાની સલાહ આપી હતી, કારણ કે તે શુષ્ક પ્રદેશ છે. ત્યાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે. જો કે, બ્રોડકાસ્ટર્સ અને ટીમો દાંબુલાની મુસાફરી કરવા માંગતા ન હતા. આ સ્થિતિમાં પલ્લેકેલે અને કોલંબોની પસંદગી કરવામાં આવી હતી. જો કે, શ્રીલંકામાં અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ બંને સ્થળોએ છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આગામી 2 દિવસમાં નિર્ણય

પહેલા એવી ધારણા હતી કે કોલંબોને લઈને પરિસ્થિતિ બદલાઈ શકે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં કોલંબોના હવામાનને ધ્યાનમાં રાખીને, ACC એ મેચને શિફ્ટ કરવા અંગે વિચારવાનું શરૂ કર્યું છે. પ્રથમ મેચ 9મી સપ્ટેમ્બરે કોલંબોમાં રમાવાની છે અને ACC હવામાનને લઈને ચિંતિત છે. પાકિસ્તાનમાં હજુ 2 વધુ મેચ રમવાની છે અને ACC આગામી 2 દિવસમાં સ્થળ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:14 pm, Sun, 3 September 23

Next Article