પાકિસ્તાન સામે રમાયેલી એશિયા કપ 2023 (Asia Cup 2023) ની સુપર-4 મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં તેણે સદી ફટકારી હતી.આ મેચ 10 તારીખે યોજાવાની હતી પરંતુ વરસાદના કારણે તે થઈ શક્યું ન હતું. તેથી આ મેચ રિઝર્વ ડે એટલે કે 11મીએ રમાઈ હતી. આ દિવસે પણ વરસાદે પરેશાન કર્યા હતા છતાં વિરાટ કોહલી (Virat Kohli) ના વર્તનમાં કોઈ પરિવર્તન ન આવ્યું અને તેણે મેચમાં ખૂબ મસ્તી કરી હતી, સાથે જ સદી ફટકારી આ મેચને યાદગાર બનાવી હતી. પાકિસ્તાન (Pakistan) ની ઈનિંગ દરમિયાન વરસાદ પડ્યો અને પછી જ્યારે મેચ શરૂ થવાની હતી ત્યારે કોહલી મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.
ભારતની ઈનિંગમાં કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે આ મેચમાં અણનમ 122 રન બનાવ્યા હતા. આ સાથે કોહલીએ વનડેમાં પોતાના 13 હજાર રન પણ પૂરા કરી લીધા હતા. તેના સિવાય કેએલ રાહુલે પણ શાનદાર ઈનિંગ રમી હતી અને અણનમ 111 રન બનાવ્યા હતા. આ બે સિવાય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પણ અડધી સદી ફટકારી હતી. રોહિતે 56 રન અને ગિલે 58 રનની ઈનિંગ રમી હતી.
Virat Kohli having fun and dancing on ‘Lungi Dance’ song. (Rohit Juglan). pic.twitter.com/QEu2LgwML0
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2023
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 356 રન બનાવ્યા હતા. પાકિસ્તાને બેટિંગ શરૂ કરી અને ફરી વરસાદ પડતાં માત્ર 11 ઓવર જ રમાઈ. થોડી વાર પછી વરસાદ બંધ થયો અને મેચ શરૂ થવાની હતી ત્યારે કોહલી મસ્તી કરતો જોવા મળ્યો હતો. કોહલી આ દરમિયાન ડાન્સ કરતો જોવા મળ્યો હતો. શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા તેની નજીક ઉભા હતા અને કોઈ કંઈ કરી રહ્યું ન હતું, માત્ર કોહલી જ ડાન્સ કરવામાં વ્યસ્ત હતો.
આ પણ વાંચો : IND vs PAK: પાકિસ્તાની બેટ્સમેન સાથે મેચમાં અકસ્માત, સામાન્ય ભૂલથી થયો ઈજાગ્રસ્ત, લોહી વહેવા લાગ્યું જુઓ Video
નેપાળ સામેની મેચમાં પણ કોહલીનો ડાન્સર અવતાર પણ જોવા મળ્યો હતો. કોહલી જ્યારે ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક નેપાળી ગીત વાગવા લાગ્યું અને પછી થોડીવાર સુધી કોહલી આશ્ચર્ય સાથે જોવા લાગ્યો કે આ ગીત ક્યાં વગાડવામાં આવી રહ્યું છે. પછી તેણે ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. તેનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો.
Published On - 11:58 pm, Mon, 11 September 23