એશિયા કપ 2023 (Asia Cup 2023) માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની શરૂઆત પહેલા બાબર આઝમ પોતાના બોલરોના વખાણ કરી રહ્યો છે. તે તેના ઝડપી બોલરો અને બોલિંગ આક્રમણને ટીમની તાકાત ગણાવી રહ્યો હતો પરંતુ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રોહિત શર્મા (Rohit Sharma) અને શુભમન ગિલે પાકિસ્તાનના તમામ દાવાઓને ખોટ સાબિત કરી દીધા હતા. રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમ ઈન્ડિયાને એવી તોફાની શરૂઆત અપાવી કે શાહીન આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ બધા તેમાં ખોવાઈ ગયા. લેગ સ્પિનર શાદાબ ખાને (Shadab Khan) સૌથી વધુ માર પડ્યો હતો, જેના 5 બોલમાં રોહિત શર્માએ 26 રન બનાવ્યા હતા.
શાદાબ ખાન 13મી ઓવરના પ્રથમ ત્રણ બોલમાં માત્ર ત્રણ રન જ બન્યા હતા. પરંતુ આ પછી રોહિત શર્માએ આ ખેલાડીને ખરાબ રીતે ફટકાર્યો હતો. શાદાબ ખાનના ચોથા બોલ પર રોહિત શર્માએ લાંબી સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ પછીના બોલે ફરીથી સિક્સર ફટકારી હતી. આ વખતે શાદાબે શોર્ટ બોલ નાખ્યો અને રોહિતે સ્ક્વેર લેગની ઓવરમાં સિક્સર ફટકારી હતી. તેણે શાદાબની પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર ફોર ફટકારી હતી. આ પછી બીજી ઓવરમાં રોહિતે શાદાબ ખાનના પહેલા બોલ પર સિક્સર અને ફોર ફટકારી હતી.
The Rohit Sharma masterclass!
Totally dominated Shadab Khan. pic.twitter.com/3x4HXX0oiR
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 10, 2023
રોહિત શર્માએ પાકિસ્તાન સામે 56 રનની ઈનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે એક સમયે રોહિત પહેલા 50થી ઓછા સ્ટ્રાઈક રેટથી રમી રહ્યો હતો પરંતુ ત્યારબાદ તેને કમાલ ફટકાબાજી કરતાં માત્ર 42 બોલમાં અડધી સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે શાદાબ ખાને રોહિત શર્માની વિકેટ લીધી હતી પરંતુ તે પહેલા તેણે શુભમન સાથે પહેલી વિકેટ માટે 121 રન જોડ્યા હતા.
આ પણ વાંચો : રોહિત-ગિલે પાકિસ્તાની બોલરોનું તોડ્યું ઘમંડ, ચાહકોએ કહ્યું- આ છે અમારી ‘ધાકડ’ ઓપનિંગ જોડી
તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ પોતાની 56 રનની ઈનિંગ દરમિયાન વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ શાહીન શાહ આફ્રિદીની પહેલી જ ઓવરમાં સિક્સર ફટકારી હતી અને પ્રથમ વખત આવું બન્યું હતું કે કોઈ બેટ્સમેને શાહીન શાહ આફ્રિદીની સામે પ્રથમ 6 બોલમાં સિક્સર ફટકારી હોય.