Asia Cup 2022: ભારત અને પાકિસ્તાન ટૂર્નામેન્ટની ટ્રોફી ઉઠાવવામાં કોણ મારશે બાજી? રિકી પોન્ટિંગે કરી ભવિષ્યવાણી

|

Aug 12, 2022 | 9:37 PM

એશિયા કપ 2022 (Asia Cup 2022) ની મેચ ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે 28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદ બંને ટીમો પ્રથમ વખત ટકરાશે.

Asia Cup 2022: ભારત અને પાકિસ્તાન ટૂર્નામેન્ટની ટ્રોફી ઉઠાવવામાં કોણ મારશે બાજી? રિકી પોન્ટિંગે કરી ભવિષ્યવાણી
Ricky Ponting એ કરી ભવિષ્યવાણી

Follow us on

28 ઓગસ્ટના દીવસની રાહ ખૂબ જોવાઈ રહી છે. કારણ કે ક્રિકેટ ચાહકો માટે આ દિવસ ઘણા મહિનાઓ પછી આવી રહ્યો છે. પ્રસંગ છે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ક્રિકેટ મેચ અને મોકો બની રહ્યો છે એશિયા કપ 2022 માં. UAE માં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમ (Indian Cricket Team) પ્રથમ વખત ટકરાશે. કોણ કોના ઉપર વિજય મેળવશે તે અંગે અટકળો લગાવવામાં આવી રહી છે અને ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટન રિકી પોન્ટિંગે (Ricky Ponting) પણ ભવિષ્યવાણી કરી છે.

28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં તમામની નજર બંને ટીમોની આ ટક્કર પર રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોની સંખ્યાને જોતા આ મેચ જોવાની તક કોઈ ગુમાવવા માંગતું નથી. રિકી પોન્ટિંગ પણ તેનાથી અલગ નથી. ઓસ્ટ્રેલિયાને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર પૂર્વ કેપ્ટન પોન્ટિંગનું પણ માનવું છે કે આ બંને દેશો વચ્ચેની સ્પર્ધા ઘણી ખાસ છે.

પાકિસ્તાન સામે ભારત દાવેદાર

આઈસીસીને આપેલા ઈન્ટરવ્યુમાં પોન્ટિંગે આ હરીફાઈના મહત્વ વિશે વાત કરી છે અને સાથે જ 28 ઓગસ્ટે યોજાનારી મેચના વિજેતા વિશે પણ પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે. પોન્ટિંગ માને છે કે પાકિસ્તાન સારી ટીમ છે, પરંતુ દાવેદાર ભારત છે. પોન્ટિંગે કહ્યું, પાકિસ્તાન સામેની મેચમાં હું ભારતને દાવેદાર માનીશ. આનો અર્થ એ નથી કે પાકિસ્તાનને ઓછું આંકવું કારણ કે તે ક્રિકેટનો એક મહાન દેશ છે, જે સતત સુપરસ્ટાર ખેલાડીઓ પેદા કરે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કોણ બનશે એશિયાનો ચેમ્પિયન?

જો કે, પોન્ટિંગે માત્ર ભારત-પાકિસ્તાન મેચ પર જ દાવ લગાવ્યો નહીં, પરંતુ એશિયા કપના વિજેતાનો દાવો પણ કર્યો અને અહીં પણ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન ભારતને મજબૂત દાવેદાર માને છે. દિલ્હી કેપિટલ્સના કોચે કહ્યું કે, માત્ર એશિયા કપ જ નહીં, કોઈપણ ટૂર્નામેન્ટમાં ભારતને હરાવવું સરળ નથી, પરંતુ જ્યારે પણ આપણે ટી-20 વર્લ્ડ કપની વાત કરીએ છીએ જે આવનાર છે, તો મને લાગે છે કે ભારત તેની સામે મજબૂત છે અને તે દાવેદારોમાં હશે. તેમની પાસે અન્ય ટીમો કરતાં વધુ ઊંડાણ છે અને મને લાગે છે કે ભારત એશિયા કપ જીતશે.

એશિયા કપની વાત કરીએ તો ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં, આગામી થોડા અઠવાડિયામાં ક્રિકેટ ચાહકોને આ ઐતિહાસિક હરીફાઈનો જબરદસ્ત ડોઝ મળશે. એશિયા કપ બાદ ભારત અને પાકિસ્તાન ઓક્ટોબરમાં T20 વર્લ્ડ કપમાં પણ ટકરાશે.

 

Published On - 9:32 pm, Fri, 12 August 22

Next Article