Asia Cup 2022: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિટનેસ તપાસવામાં આવશે, આગામી સપ્તાહે ભારતીય ખેલાડીઓ UAE પહોંચશે

|

Aug 12, 2022 | 9:07 AM

UAE માં એશિયા કપ 2022 આગામી 27 ઓગસ્ટથી શરૂ થવાનો છે, જ્યારે ટીમ ઈન્ડિયા (Team India) એ તેની પ્રથમ મેચમાં 28 ઓગસ્ટે પાકિસ્તાન (India vs Pakistan) નો સામનો કરવાનો છે.

Asia Cup 2022: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિટનેસ તપાસવામાં આવશે, આગામી સપ્તાહે ભારતીય ખેલાડીઓ UAE પહોંચશે
Team India 20 ઓગ્ષ્ટે યુએઈ જવા રવાના થશે

Follow us on

ચાર વર્ષની રાહ જોયા બાદ આખરે એશિયા કપ (Asia Cup 2022) થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી સંયુક્ત આરબ અમીરાતમાં યોજાવાની છે. ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે અને 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) બીજી મેચમાં ટકરાશે, જેના પર તમામની નજર ટકેલી છે. ટીમોની જાહેરાત કરવામાં આવી છે અને હવે માત્ર ટીમો UAE પહોંચીને તૈયારી કરવાની રાહ જોઈ રહી છે. ટીમ ઈન્ડિયા (Indian Cricket team) ક્યારે જશે, કેવી તૈયારી કરશે, તે નક્કી થઈ ગયું છે અને તેની શરૂઆત ફિટનેસ ટેસ્ટથી થશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2022 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં 3 ખેલાડીઓ સ્ટેન્ડબાય તરીકે રહેશે. ભારતીય ટીમ UAEની પરિસ્થિતિઓને અનુરૂપ બનવા અને ટૂર્નામેન્ટની તૈયારી કરવા માટે એક સપ્તાહ અગાઉ UAE માં કેમ્પ કરશે. રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 20 ઓગસ્ટે જ યુએઈ માટે રવાના થશે અને પછી ત્યાં કેમ્પ કરીને તૈયારીઓ હાથ ધરશે.

18 ઓગસ્ટે NCA માં ખેલાડીઓ એકઠા થશે

જોકે, રવાના થતા પહેલા કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત સમગ્ર ટીમ ઈન્ડિયાનો ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. મનમાં કોઈ શંકા આવે તે પહેલા અમે તમને જણાવી દઈએ કે આ ફિટનેસ ટેસ્ટ પ્રક્રિયાનો એક ભાગ છે અને કોઈપણ વિરામ પછી ખેલાડીઓએ નવા પ્રવાસ પહેલા તેમાંથી પસાર થવું પડશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

એક મીડિયા અહેવાલમાં બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમ 18 ઓગસ્ટના રોજ NCA (નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોર) ખાતે ભેગા થશે અને ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થશે, જે પ્રોટોકોલ મુજબ બ્રેકમાંથી પરત ફરવા પર ફરજિયાત છે. ખેલાડીઓ 20 ઓગસ્ટે દુબઈ જવા રવાના થશે અને પાકિસ્તાન સામેની મેચ પહેલા એક નાનો કેમ્પ યોજાશે.

ટીમ ઈન્ડિયા ટાઈટલ બચાવવા આવશે

ભારતીય ટીમ એશિયા કપની વર્તમાન ચેમ્પિયન છે. અગાઉ 2018માં જ્યારે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, તે સમયે પણ ભારતે રોહિત શર્માની કપ્તાનીમાં ખિતાબ જીત્યો હતો. હવે ફરી એકવાર રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે અને ખિતાબનો બચાવ કરશે.

જો કે, ટાઈટલનો બચાવ કરવા કરતાં વધુ ધ્યાન એ વાત પર રહેશે કે ટીમ ઈન્ડિયા તેની નવી વિચારસરણી અને વ્યૂહરચનાનો સતત અમલ કેવી રીતે કરી શકે છે. તેમજ વિરાટ કોહલી જેવા બેટ્સમેન કેવું પ્રદર્શન કરે છે, કારણ કે અહીંના પ્રદર્શનના આધારે ટી-20 વર્લ્ડ કપનો રસ્તો પણ ખુલશે.

Published On - 9:05 am, Fri, 12 August 22

Next Article