એશિઝ શ્રેણી 2023 ની ત્રીજી ટેસ્ટ Steve Smith માટે ખાસ હશે, કારણ કે Ashes 2023 દરમિયાન સ્ટીવ સ્મિથના કારકિર્દીની આ 100 મી ટેસ્ટ હશે. 100 ટેસ્ટના સફરમાં સ્મિથ 32 સદી ફટકારી ચૂક્યો છે. 175 ટેસ્ટ ઇનિંગ તેણે પોતાના ટેસ્ટ કેરિયરમાં રમી છે. પણ શું તમને ખબર છે કે આ 175 ઇનિંગમાંથી તે એક ટેસ્ટ ઇનિંગ કઇ હતી જેણે તેના કારકિર્દીમાં મોટો ફેરફાર કર્યો હતો. તેને વધુ સફળ બનાવ્યો હતો. જે ઇનિંગને સ્મિથ પોતાના માટે પણ બેમિસાલ માને છે.
સ્ટીવ સ્મિથની ટેસ્ટ કારકિર્દીને જે ઇનિંગે બદલી નાખી હતી, તે તેણે વર્ષ 2014 માં દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં રમી હતી. ડેલ સ્ટેન, મોર્ને મોર્કેલ, વેન પાર્નેલ અને રાયન મેક્લેરેન વાળા દક્ષિણ આફ્રિકાના પેસ એટેકે ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ કરી દીધી હતી. ફક્ત 98 રન પર ટીમની ચાર વિકેટ પડી ગઇ હતી. એ સ્થિતિમાં સ્ટીવ સ્મિથ જે ટેસ્ટ કારકિર્દીના ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હતો તેણે ઇનિંગને સંભાળી હતી.
સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામેની એ ટેસ્ટમાં સ્ટીવ સ્મિથે છઠ્ઠા ક્રમ પર બેટિંગ કરીને શાનદાર સદી ફટકારી હતી. તેણે 213 બોલમાં 100 રન બનાવ્યા હતા, જે કે તેના ટેસ્ટ કારકિર્દીની ચોથી ટેસ્ટ સદી હતી. પ્રથમ ઇનિંગની શાનદાર સદીને ઓસ્ટ્રેલિયાની ટીમ માટે જીતની સ્ક્રિપટ લખી હતી અને સ્મિથના કેરિયર ને દિશા આપી હતી જે તેને જોઇતી હતી.
સ્ટીન સ્મિથની જો વાત માનીએ તો તે ઇનિંગે તેને આત્મવિશ્વાસ આપ્યો હતો. તેણે કહ્યું કે સેન્ચુરિયનની પીચ પર સ્ટેન, મોર્કેલ, પાર્નેલ અને મેક્લેરેન સામે એક બેટ્સમેનની હાલતનો અંદાજ લગાવી શકો છો. અને જ્યારે તે પણ ખબર હોય કે પ્રથમ ત્રણ નામ કેટલા ખતરનાક બોલર છે અને તે સમયે પોતાના કેરિયરની પીક પર છે. એવામાં તેમની સદી ફટકારીને જે કોન્ફિડેન્સ મને મળ્યો, તેના કારણે જ આજે હુ ક્રિકેટમાં સફળ થઇ શક્યો છું.
સ્મિથ પ્રમાણે તે ઇનિંગ બાદ તેને પ્રથમ વખત પોતાની ક્ષમતાનો અહેસાસ થયો હતો. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પહેલા પણ ત્રણ સદી ફટકારી હતી જે ઇંગ્લેન્ડ સામે આવી હતી, પણ જે આત્મવિશ્વાસ તેને આ સદી બાદ આવ્યો તે પહેલા ન હતો. દક્ષિણ આફ્રિકા સામેની આ સદીએ સ્ટીવ સ્મિથને અહેસાસ આપ્યો હતો કે તે પણ ક્રિકેટ જગતમાં મોટુ નામ બનાવી શકે છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનની માનીએ તો આ ઇનિંગે તેના કેરિયરને લક્ષ્યો આપ્યો હતો. તેના અંદર રન બનાવવાની ભૂખ ને જન્મ આપ્યો હતો, જે બાદ ક્રિકેટ ને તે વધુ ઉત્સાહ સાથે રમી શક્યો હતો.