વિવાદ અને રોમાંચથી ભરેલી લોર્ડ્સ ટેસ્ટના છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 43 રને હરાવી એશિઝ શ્રેણીમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. જોની બેયરસ્ટોના વિવાદાસ્પદ રન આઉટને લઈને રવિવારે લોર્ડ્સમાં હોબાળો થયો હતો, જે બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જબરદસ્ત કાઉન્ટર એટેક કરીને ઓસ્ટ્રેલિયા સમર ધમાકેદાર બેટિંગ કરી હતી. હેડિંગ્લે ખાતે ફરી ચાર વર્ષ જૂના ચમત્કારની આશા જાગી, પરંતુ આ વખતે ઓસ્ટ્રેલિયા તેમને રોકવામાં સફળ રહ્યું.
ચાર વર્ષ પહેલા, હેડિંગ્લે ખાતે ટેસ્ટ મેચના છેલ્લા દિવસે બેન સ્ટોક્સે જેક લીચ સાથે મળીને ઓસ્ટ્રેલિયા પાસેથી મેચ છીનવી લીધી હતી. સ્ટોક્સ અને લીચે છેલ્લી વિકેટ માટે 70થી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. સ્ટોક્સની સદીના આધારે ઈંગ્લેન્ડની ટીમે યાદગાર જીત મેળવી હતી.
A hard-fought win 💪
Australia overcome brilliant Ben Stokes to go 2-0 up in the #Ashes ✌#WTC25 | #ENGvAUS 📝: https://t.co/liWqlPCKqn pic.twitter.com/Zc2cyOsrBw
— ICC (@ICC) July 2, 2023
સ્ટોક્સની આ જ લોર્ડ્સમાં પણ દેખાવા લાગી. મેચના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને 257 રનની જરૂર હતી અને 6 વિકેટ બાકી હતી. છેલ્લા દિવસની રમતની શરૂઆત બેન ડકેટે સ્ટોક્સ સાથે કરી હતી. પહેલા દોઢ કલાકમાં સ્ટોક્સે સાવચેતીપૂર્વક બેટિંગ કરી હતી. ડકેટ ફરી એકવાર પ્રથમ દાવની જેમ સદી ચૂકી ગયો હતો. ડકેટની વિકેટ પડ્યા પછી જ ડ્રામા શરૂ થયો હતો, જે બાદ મેચનું પરિણામ લગભગ પલટી ગયું હતુ. જ્હોની બેરસ્ટો જ્યારે બોલ છોડીને ક્રિઝની બહાર આવ્યો ત્યારે એલેક્સ કેરીએ તેને રન આઉટ કર્યો હતો. તેણે બોલને ‘ડેડ’ ગણાવ્યો હતો પરંતુ એવું નહોતું અને કેરીએ તેને રન આઉટ કર્યો હતો.
આ ઘટના બાદ આખા સ્ટેડિયમનું વાતાવરણ બદલાઈ ગયું હતું. લોર્ડ્સમાં મેચ નિહાળનાર ચાહકો ગુસ્સો અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. બીજી તરફ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સનો મૂડ પણ બદલાઈ ગયો હતો. આ ઘટના બની તે સમયે સ્ટોક્સ માત્ર 126 બોલમાં માત્ર 62 રન બનાવીને રમી રહ્યો હતો, બાદમાં સ્ટોક્સે 16 બોલમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. સ્ટોક્સે કેમરોન ગ્રીનની ઓવરમાં સતત 3 છગ્ગા સાથે શાનદાર સદી પૂરી કરી હતી.
🚨1️⃣5️⃣0️⃣
Ben Stokes. Legend. #EnglandCricket | #Ashes pic.twitter.com/Jv1FsXYwoa
— England Cricket (@englandcricket) July 2, 2023
સ્ટોક્સે લંચ પછી પણ પોતાનું આક્રમણ ચાલુ રાખ્યું પરંતુ આમાં તેને સ્ટીવ સ્મિથનું પણ યોગદાન મળ્યું. સ્ટોક્સ 114 રન પર હતો ત્યારે સ્મિથે એક સરળ કેચ છોડ્યો હતો. સ્ટોક્સે ઝડપથી 150 રન પૂરા કર્યા. સ્ટુઅર્ટ બ્રોડ સાથે 100 રનની ભાગીદારી પણ કરી અને લક્ષ્યને 100 રનથી નીચે લાવી દીધું હતું.
ઓસ્ટ્રેલિયાને સ્ટોક્સને આઉટ કરવાની જરૂર હતી અને ઘણા પ્રયત્નો પછી જોશ હેઝલવુડે આખરે ટીમને સફળતા અપાવી હતી. હેઝલવૂડના શોર્ટ બોલ પર સિક્સર ફટકારવા જતાં એલેક્સ કેરીના હાથે તે કેચ આઉટ થયો હતો અને કેસ્ટોક્સની યાદગાર ઇનિંગનો અંત આવ્યો હતો. આ પછી છેલ્લી 3 વિકેટ પડવામાં વધુ સમય લાગ્યો નહીં અને ઇંગ્લેન્ડ 327 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક, હેઝલવુડ અને કમિન્સે 3-3 વિકેટ ઝડપી હતી.
A 2-0 lead to cherish 🤩 #Ashes #WTC25 pic.twitter.com/rIIUh0KXtp
— ICC (@ICC) July 2, 2023
ઓસ્ટ્રેલિયાની આ જીત ખૂબ જ ખાસ છે કારણ કે 15 વર્ષ બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડ તેના ઘરે સતત બે ટેસ્ટ મેચ હારી ગયું છે. અગાઉ 2008માં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને સતત બે ટેસ્ટમાં હરાવ્યું હતું.