Ashes 2021: ઓસ્ટ્રેલિયન ટીમમાં કોરોના સંક્રમણથી હડકંપ, સિડની ટેસ્ટ પહેલા સ્ટાર બેટ્સમેન પોઝિટિવ

|

Dec 31, 2021 | 8:30 AM

ઈંગ્લેન્ડ (England) કેમ્પમાં કોરોનાએ પહેલેથી જ ખળભળાટ મચાવી દીધો છે અને હવે એવા અહેવાલ છે કે સિડની (Sydney Test) માં યોજાનારી ચોથી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમનો એક ખેલાડી પણ તેની લપેટમાં છે.

Ashes 2021: ઓસ્ટ્રેલિયન ટીમમાં કોરોના સંક્રમણથી હડકંપ, સિડની ટેસ્ટ પહેલા સ્ટાર બેટ્સમેન પોઝિટિવ
Travis Head

Follow us on

ક્રિકેટની સૌથી જૂની લડાઈ એટલે કે એશિઝ સિરીઝ (Ashes series) પર કોરોના તબાહી મચાવી રહ્યો છે. ઈંગ્લેન્ડ કેમ્પમાં પહેલાથી જ આનાથી ખળભળાટ મચી ગયો છે અને હવે સિડની (Sydney Test) માં રમાનાર ચોથી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમનો એક ખેલાડી પણ તેની ઝપેટમાં છે. કોરોના પોઝિટિવ મળી આવેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડ (Travis Head) છે. કોરોનાના ચુંગાલમાં ફસાયા બાદ હેડ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે મિશેલ માર્શ, નિક મેડિન્સન અને જોશ ઈંગ્લિશને ઓસ્ટ્રેલિયન ટીમ (Australian Cricket Team) માં કવર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આ પહેલા ઈંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડ પણ કોરોનાને કારણે સિડની ટેસ્ટનો ભાગ ન બની શકે તેવા સમાચાર આવ્યા છે. તે જ સમયે, મેચ રેફરી ડેવિડ બૂન પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ICCની ઈન્ટરનેશનલ પેનલ ઓફ રેફરીના સભ્ય સ્ટીવ બર્નાર્ડ ચોથી ટેસ્ટમાં મેચ રેફરી તરીકે તેમની જગ્યા લેશે. ઓસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની એશિઝ શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવીને ખિતાબ પર કબજો કર્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પહેલા ઈંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડ પણ કોરોનાને કારણે સિડની ટેસ્ટનો હિસ્સો નહી બની શકે તેવા સમાચાર આવ્યા છે. દરમિયાન મેચ રેફરી ડેવિડ બૂન પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ICCની ઈન્ટરનેશનલ પેનલ ઓફ રેફરીના સભ્ય સ્ટીવ બર્નાર્ડ ચોથી ટેસ્ટમાં મેચ રેફરી તરીકે તેમની જગ્યા લેશે. ઓસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની એશિઝ શ્રેણીમાં 3-0 ની અજેય સરસાઈ મેળવીને ટાઇટલ પર કબજો કર્યો છે.

 

હેડે 3 મેચમાં 248 રન બનાવ્યા હતા

ખેલાડીઓના નિયમિત RT-PCR ટેસ્ટ કરવામાં આવતા હોય છે, જેમાં ટ્રેવિસ હેડ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ સિરીઝ જીતી લીધી હોવાથી ટ્રેવિસ હેડનું સિડની ટેસ્ટમાંથી બહાર થવું તેના માટે આટલો મોટો આંચકો ન હોવો જોઈએ. પરંતુ તેમ છતાં તેની ખોટ સર્જાય એમ છે કારણ કે હેડ વર્તમાન શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. હેડે 3 મેચની 4 ઇનિંગ્સમાં 248 રન બનાવ્યા છે, જેમાં 152 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

બીજી તરફ સમગ્ર શ્રેણી દરમિયાન ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ક્રિકેટ જગતના દિગ્ગજોએ પણ તેના પ્રદર્શન પર સવાલો ઉઠાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું. એડિલેડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં 275 રનથી પરાજય થયો હતો. જ્યારે મેલબોર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ એક ઇનિંગ્સ અને 14 રને જીતી હતી.

શ્રેણીમાં કોરોનાનો શિકાર બનનાર હેડ પ્રથમ ખેલાડી

ઈંગ્લેન્ડના કેમ્પમાં પણ કોરોનાએ ગભરાટ ફેલાવ્યો છે. પરંતુ હજુ સુધી તેના કોઈ ખેલાડીને તેની અસર થવાના સમાચાર નથી. ટ્રેવિસ હેડ આ રીતે એશિઝ શ્રેણીમાં કોરોના પોઝિટિવ બનનાર પ્રથમ ખેલાડી છે.

 

આ પણ વાંચોઃ IND vs SA: ભવ્ય વિજય સાથે ટીમ ઇન્ડિયાએ ‘વર્ષ 2021’ નો શાનદાર અંત કર્યો, જાણો રેકોર્ડના આંકડાઓ સાથેની ભારતીય ટીમની સફળતા

આ પણ વાંચોઃ Quinton de Kock: દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોક સંન્યાસ જાહેર કર્યો, સેન્ચ્યુરિયનમાં હાર બાદ લીધો મોટો નિર્ણય

Published On - 8:19 am, Fri, 31 December 21

Next Article