અર્શદીપ સિંહ શનિવાર રાતથી દુનિયાભરમાં છવાઈ ગયો છે. આગામી World Cup ને લઈ કેટલીક ટીમના ક્રિકેટરો-બેટરોના મનમાં અત્યારથી જ આ બોલરને લઈ ચિંતા છવાઈ ગઈ હશે. કારણ કે વાનખેડેમાં તેણે શનિવારે કરેલા પરાક્રમે હવે તેનો દાવો મજબૂત બનાવી દીધો છે. IPL 2023 ની 31 મેચમાં અર્શદીપ સિંહે પંજાબ કિંગ્સને ગુમાવેલી મેચને મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી છીનવી આપી હતી. અર્શદીપ સિંહે વાનખેડેમાં 4 વિકેટ ઝડપી હતી. જેમાં અંતિમ ઓવરમાં 2 સળંગ સ્ટંપ તોડ વિકેટ ઝડપી હતી. હવે આને લઈ પંજાબ કિંગ્સે મેચ બાદ મુંબઈ પોલીસને એક મેસેજ કર્યો હતો અને જેને લઈ જવાબ પણ તેમને મળ્યો હતો.
મુંબઈ પોલીસે સ્ટંપ તોડવાને લઈ કાર્યવાહી કરી શકાય કે કેમ તે અંગેનો જવાબ આપ્યો હતો. આ જવાબ હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અર્શદીપ સિંહે શનિવારે રમાયેલી મેચની અંતિમ ઓવરમાં સળંગ 2 વિકેટ ક્લીન બોલ્ડ કરીને મેળવી હતી. આ બંને વિકેટ દરમિયાન મિડલ સ્ટંપ તેણે તોડી નાંખ્યા હતા. જેને લઈ તે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો.
પંજાબ કિંગ્સે મેચ બાદ એક મેસેજ તૂટેલા સ્ટંપની તસ્વીર સાથેનો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં મુંબઈ પોલીસને ટેગ કરવામાં આવી હતી. પંજાબ કિંગ્સે લખ્યુ હતુ કે, હાય મુંબઈ પોલીસ, અમે તમને ક્રાઈમનો રિપોર્ટ કરવા માંગીએ છીએ. જવાબમાં મુંબઈ પોલીસ દ્વારા બતાવ્યુ હતુ કે, કાયદાના ભંગ બદલ કાર્યવાહી થઈ શકે છે. સ્ટંપ નહીં!
Action is most likely to be taken on breaking the law, not stumps! https://t.co/bo8jgafACm
— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) April 22, 2023
અર્શદીપ સિંહે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સને તેના જ ઘરમાં જ પરાજય આપવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જે રીતે સૂર્યકુમાર બેટિંગ કરી રહ્યો હતો એ પ્રમાણે મેચ મુંબઈના પક્ષમાં હતી. પરંતુ 18મી ઓવરમાં તેણે સૂર્યાની વિકેટ ઝડપી હતી. બાદમાં અંતિમ ઓવરમાં પ્રથમ બોલે ટિમ ડેવિડને એક જ રન લેવા મજબૂર રાખ્યો હતો. આગળના બોલ પર તિલક વર્મા ડોટ બોલ રમ્યો હતો. જ્યારે ત્રીજા બોલે તિલકનુ મિડલ સ્ટંપ તોડી દીધુ હતુ. હવે 15 રનની જરુર મુંબઈને જીત માટે 3 બોલમાં હતી. આવા સમયે ચોથા બોલ પર નેહલ વઢેરાનુ મિડલ સ્ટંપ તોડીને હવામાં ઉડાવ્યુ હતુ. આમ પંજાબ કિંગ્સે મુંબઈને ઘરમાં જ હરાવ્યુ હતુ.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…