ક્રિકેટમાં અત્યાર સુધીમાં તમે એવુ અનેકવાર જોયુ હશે કે, સ્ટંપ હવામાં ઉડ્યા હશે. હવામાં ઉડતા સ્ટંપ જોવાનો અને વિકેટ પડી હોવાનો રોમાંચ જબરદસ્ત અનુભવ્યો હશે. પરંતુ લાગ લગાટ બે બોલમાં બે સ્ટંપ તોડ બોલિંગ તમને ભાગ્યે જ જોવા મળી હશે. IPL 2023 માં આવી બોલિંગ શનિવારે વાનખેડેમાં રમાયેલી મેચમાં જોવા મળી હતી. જો આ જોવાનુ બાકી રહી ગયુ હોય કે ચુકી ગયા હોય તો તેનો વિડીયો અહીં બતાવીશુ. આ કારનામુ કરનારો બોલર પંજાબ કિંગ્સનો અર્શદીપ સિંહ છે. આ એજ બોલર છે, જેની પર નો-બોલ કરવાને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ તે નો-બોલ નહીં કેટલાક ઘાતક બોલની ડિલિવરી કરે છે એ તેને વાનખેડેમાં બતાવ્યુ છે.
પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં શનિવારે મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ માટે લક્ષ્ય 13 રન દૂર રહી ગયુ હતુ. 215 રનના લક્ષ્યનો પિછો કરતા રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને કેમરન ગ્રીને તોફાની બેટિંગ કરી સ્કોર બોર્ડ નજીક લાવી દીધુ હતુ. જોકે મેચ હવે મુંબઈ માટે હાથ વેંત મપાવા લાગી હતી ત્યારે જ અર્શદીપ ત્રાટકતા પંજાબના પક્ષમાં બાજી પલટાઈ ગઈ હતી. પહેલા સૂર્યાને પેવેલિયન મોકલ્યા બાદ અંતિમ ઓવરમાં સળંગ બે વિકેટ ક્લીન બોલ્ડ કરીને મેળવી હતી.
અર્શદીપે જ પંજાબની ઝોળીમાં જીતના 2 આંક અપાવ્યા હતા. જે રીતે બેટિંગ તોફાની રીતે ચાલી રહી હતી. એ દરમિયાન તેણે અંતિમ ઓવર્સ દરમિયાન બાજી પલટવાની ભૂમિકા નિભાવી હતી. સૂર્યકુમાર યાદવ તોફાની અડધી સદી રમતમાં હતો અને મેચ હવે મુંબઈ તરફી હતી, ત્યારે જ 18મી ઓવરમાં કમાલ કર્યો. સૂર્યાને તાઈડેના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. બાદમાં અંતિમ ઓવર લઈને આવતા અર્શદીપ સિંહે શરુઆત ઓવરની કસીને કરી હતી.
ઓવરના ત્રીજા બોલ પર તેણે તિલક વર્માનુ સ્ટંપ તોડી દીધુ હતુ. તેણે જે રીતે બોલ નાંખ્યો હતો મિડલ સ્ટંપ પર તેનાથી તે બે ભાગમાં વહેંચાઈ ગયુ હતુ. સૌ કોઈ આશ્ચર્ય અનુભવતુ હતુ. આ દરમિયાન સ્ટંપને બદલવામાં આવ્યુ હતુ અને નેહલ વઢેરા પણ નવા બેટર તરીકે મેદાનમાં હાજર થઈ ગયો હતો. અહીં નેહલ પણ સ્ટેપ આઉટ કરીને શોટ લગાવવા મૂડમાં હતો, પરંતુ અર્શદીપનો મૂડ અલગ હતો. તેણે આગળના બોલે વધુ એક ક્લીન બોલ્ડ કરતા ફરી મિડલ સ્ટંપ તોડી દીધુ હતુ. આ બોલ પર પણ સ્ટંપ બે હિસ્સામાં વહેંચાઈ ગયુ હતુ. ગજબના બે બોલ અને બંને બોલ પર સ્ટંપ તોડી દેતી બોલિંગ કરી હતી.
Enjoyed #PBKS match very much #Arshdeep_Singh Broke #stumps_twice in a row pic.twitter.com/T4f3K2D3qs
— Akash Panwar (@kingAkku1380) April 22, 2023
અંતમાં સૂર્યાને આઉટ કર્યો ત્યારે જ મેચનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવી રહ્યો હતો. જોકે ટિમ ડેવિડ જબરદસ્ત બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ તેણે અંતિમ ઓવરમાં એક રન લીધો અને મુંબઈ ઈન્ડિયન્સ માટે પરિસ્થિતી પલટાઈ ગઈ હતી. ડેવિડે 18 અને 19મી ઓવરમાં એક એક છગ્ગો ફટકાર્યો હતો. જોકે તિલક વર્મા પર આશાઓ હતી, પરંતુ તિલકનુ જ સ્ટંપ તોડ બોલ્ડ અર્શદીપે કરીને મુંબઈની રહી સહી આશાઓ સમાપ્ત કરી દીધી હતી. આમ 13 રનથી પંજાબ કિંગ્સનો વિજય થયો હતો.
What an over by Arshdeep Singh. With 16 required from six balls, he gave away just two. #MIvsPBKS #IPL2O23pic.twitter.com/1Q7LnGm6R5
— Priyanshu 🎨🏏 (@thecurlyartist1) April 22, 2023
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 12:30 am, Sun, 23 April 23