અર્જુન તેંડુલકરનું બસ નામ જ કાફી છે. આઇપીએલ 2023માં આ નામ સતત ચર્ચામાં રહ્યું છે. તે એટલે નહીં કે તે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર છે પણ તેણે તેની બોલિંગથી ઘણા બધાને પ્રભાવિત કર્યા છે. પોતાના યોર્કર અને બાઉન્સરથી તો તેણે પ્રભાવિત કર્યા છે પણ એક વસ્તુ છે જે તેની નબળાઇ તરીકે માનવામાં આવી રહી છે. આ છે તેની સ્પીડ અને તેની બોલિંગ સ્પીડ વધારવાની જવાબદારી ન્યૂઝીલેન્ડના પોલીસ કર્મીએ લીધી છે.
તમને પ્રશ્ન થતો હશે કે એક પોલીસકર્મી અર્જુનની સ્પીડ કેવી રીતે વધારશે? આ વિશે તમને આગળ જણાવીએ છીએ. પહેલા થોડી વાત અર્જુનની બોલિંગ સ્પીડની કરીએ. આઇપીએલમાં ડેબ્યૂ કરનાર અર્જુનના યોર્કર અને સ્લો બાઉન્સર વધુ અસરદાર રહ્યા છે. પણ તેની બોલિંગ સ્પીડ વધુમાં વધુ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચેની રહી છે.
આ પણ વાંચો: IPL 2023 : અડધી આઇપીએલ સમાપ્ત, 8 ટાઇટલ જીતનાર 3 ટીમ ટોપ-4 માંથી બહાર, 3 ટીમનું પ્લેઓફમાં પહોંચવું….
અર્જુનની બોલિંગની સ્પીડ સતત ચર્ચામાં રહી છે અને આ વિષય પર દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે અને એક્સપર્ટ પણ કહી ચૂક્યા છે કે અર્જુન તેંડુલકરે પોતાની બોલિંગની ઝડપ વધારવી પડશે કારણ કે આતંરરાષ્ટ્રીય સ્ટેજ પર સફળતા માટે તે જરૂરી છે. આ વાતની જવાબદારી હવે ન્યૂઝીલેન્ડના પોલીસ કર્મીએ ઉપાડી છે. અમે વાત કરી રહ્યા છે દિગ્ગજ ફાસ્ટ બોલર શેન બોન્ડની, જે મુંબઇ ઇન્ડિયન્સના બોલિંગ કોચ પણ છે. પોતાના ક્રિકેટ સમયના સૌથી ઝડપી ફાસ્ટ બોલરોમાં ગણાતા ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર શેન બોન્ડ ક્રિકેટર બનવા પહેલા પોલીસની નોકરીમાં હતા.
YORKED!
Arjun Tendulkar gets Prabhsimran Singh out with a ripper 🔥🔥
Follow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/W3kIQZ7Xyq
— IndianPremierLeague (@IPL) April 22, 2023
ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં બોન્ડને અર્જુનની બોલિંગને લઇને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કીવી દિગ્ગજે યુવા બોલરના પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતુ કે ટીમ મેનેજમેન્ટે જે અર્જુનને કરવા જણાવ્યું હતુ તે જ તેણે મેચમાં કર્યુ હતુ. બોન્ડે પણ માન્યુ હતું કે અર્જુનની બોલિંગ સ્પીડને વધારવાની જરૂર છે અને આ બાબત પર તે પોતે અર્જુન સાથે મળીને કામ કરશે, પણ અર્જુનના અત્યાર સુધીના પ્રદર્શનથી ટીમ અને કોચ ખુશ છે.
मस्त start with the ball 🎯
GT: 17/1 (3)
Get all the updates on our MI LIVE Blog 👉 https://t.co/wAkZwUWdUp #OneFamily #GTvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL https://t.co/gUgfn5XLYA
— Mumbai Indians (@mipaltan) April 25, 2023
અર્જુને બોલિંગ કરતા 2 ઓવરમાં 9 રન આપીને ઋદ્ધિમાન સાહાને આઉટ કર્યો હતો તો બેટિંગમાં 9 બોલમાં 13 રન બનાવ્યા હતા. પોતાની 13 રનની ઇનિંગ દરમિયાન અર્જુને એક સિક્સ પણ ફટકારી હતી. જણાવી દઇએ કે અર્જુને મોહિત શર્માના બોલ પર પુલ શોટ ફટકારીને શાનદાર છગ્ગો માર્યો હતો. મુંબઇની ઇનિંગની 20મી ઓવરની પ્રથમ બોલ પર મોહિતે બાઉન્સર બોલ નાખ્યો હતી જેના પર અર્જુન તેંડુલકરે પુલ શોટ ફટકારીને ડીપ સ્ક્વેયર લેગ પર સિક્સ ફટકારી હતી. આ આઇપીએલમાં અર્જુનની પ્રથમ સિક્સ હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…