Asian Games 2023 : ભારતની ધમાકેદાર શરૂઆત શૂટિંગ અને રોઇંગ સિલ્વર મેડલ જીત્યા, ક્રિકેટમાં પણ મેડલ પાક્કો

એશિયન ગેમ્સ (asian games 2023)માં ભારત માટે મેડલ ખાતું ખોલવામાં આવ્યું છે. ભારતે શૂટિંગ અને રોઇંગમાં સિલ્વર મેડલ જીત્યા છે. ક્રિકેટમાં, ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને હરાવીને સિલ્વર મેડલ પાક્કું કર્યું છે.

Asian Games 2023 : ભારતની ધમાકેદાર શરૂઆત શૂટિંગ અને રોઇંગ સિલ્વર મેડલ જીત્યા, ક્રિકેટમાં પણ મેડલ પાક્કો
| Edited By: | Updated on: Sep 24, 2023 | 9:35 AM

એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023)માં ભારતની મહિલા ક્રિકેટ ટીમે પોતાનો સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે. ભારતે સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને આ સફળતા મેળવી હતી. આ મોટી જીત સાથે, ભારતને ફાઈનલની ટિકિટ પણ મળી ગઈ, આજે ભારતની પુરૂષ હોકી ટીમ અને ફૂટબોલ ટીમો (પુરુષ અને મહિલા) પણ એક્શનમાં હશે.એશિયન ગેમ્સમાં રવિવારનો દિવસ શાનદાર રહ્યો. ભારતે 2 મેડલ જીત્યા છે.

બધાની નજર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર

આ સિવાય એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટુકડી માટે આજનો દિવસ સુપર સન્ડે છે. ભારતીય ખેલાડીઓ પાસે શૂટિંગ, અને ક્રિકેટરોની સાથે અનેક મેડલ જીતવાની તક છે. બધાની નજર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર રહેશે, જે સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. જીત નિશ્ચિતપણે સ્મૃતિ મંધાના એન્ડ કંપનીને એશિયન ગેમ્સ 2023માં ઓછામાં ઓછો સિલ્વર મેડલ અપાવશે. શૂટિંગમાં, મહિલાઓની 10 મીટર એર રાઇફલમાં મેડલની અપેક્ષા છે, આ સિવાય, રોઅર્સને પણ મેડલ જીતવાની તક મળશે.

 

 

 

પરંતુ, આ વખતે જ્યારે ભારતીય ટીમ પ્રવેશી ત્યારે બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમ પાસેથી સિલ્વર મેડલ છીનવાઈ ગયો હતો. હવે ફાઇનલમાં તેનો મુકાબલો 25 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે થશે.

લાઇટ વેઇટ ડબલ્સ રોઇંગમાં ભારતને પહેલીવાર મેડલ મળ્યો

ભારતનો પહેલો મેડલ રોઈંગમાં આવ્યો, અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો. તે ફાઇનલમાં 6:28:18નો સ્કોર કરીને ભારત માટે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. આ સિવાય ભારતનો બીજો મેડલ મહિલા ટીમે 10 મીટર એર રાઈફલમાં જીત્યો હતો. મેઘુલી ઘોષ, રમિતા અને આશિ ચોકસીએ ભારત માટે દિવસનો બીજો મેડલ જીત્યો છે. તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સમાં લાઇટ વેઇટ ડબલ્સ રોઇંગમાં ભારતને પહેલીવાર મેડલ મળ્યો છે. આ પહેલા કોઈ ભારતીય આ ઈવેન્ટમાં મેડલ જીતી શક્યું ન હતું.

 

 

જો કે, 2010માં બજરંગલાલ ઠક્કરે ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને અજાયબી કરી બતાવી હતી. આ સિવાય 2006 દોહા એશિયન ગેમ્સમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો હતો. સ્વરણ સિંહ 2014 એશિયન ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવવામાં સફળ રહ્યો હતો.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો