છોકરામાંથી છોકરી બનેલા ક્રિકેટરની દીકરીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી ખુલાસો કર્યો

સંજય બાંગરના 23 વર્ષીય પુત્ર આર્યન બાંગરે હવે અનાયા બાંગર એટલે કે, છોકરામાંથી છોકરી બન્યો છે.અનન્યા બાંગર ઉર્ફે આર્યન બાંગરની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે.

છોકરામાંથી છોકરી બનેલા ક્રિકેટરની દીકરીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી ખુલાસો કર્યો
| Updated on: Feb 08, 2025 | 4:47 PM

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યન બાંગર ઉર્ફે અનાયા બાંગરે છોકરામાંથી છોકરી બન્યો છે. તેમણે વર્ષ 2023માં HRT (હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી) કરાવી હતી. હવે આને લઈ તેમણે એક વીડિયો યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે.HRTના 3 મહિનાની અંદર અનાયાના શરીરમાં શું શું બદલાવ આવ્યા છે. આ વિશે તેમણે 3 મિનિટ 54 સેકન્ડના વીડિયોમાં જણાવ્યું છે.

છાતીમાં દુખાવો, ઊંઘમાં તકલીફ

અનાયાએ વીડિયોમાં જણાવ્યું કે, HRT પર દરેકનો અનુભવ અલગ અલગ હોય છે. તેમજ દરેક વ્યક્તિના અલગ અલગ સમયે બદલાવ જોવા મળે છે. અનાયાએ સારવાર દરમિયાન બે અઠવાડિયા પહેલા ટેસ્ટોસ્ટેરોનને રોકવાનું ઈન્જેક્શન લીધું હતુ.અનાયાએ કહ્યું ભારતમાં રહી HRT લેતા પહેલા 2 અઠવાડિયા દરમિયાન તેની અંદર કોઈ પરિવર્તન આવ્યું ન હતુ.યુકે બાદ અનાયાએ શારીરિક અને આંતરિક પરિવર્તનો નોટિસ કરવાનું શરુ કર્યું હતુ. જેમાં તેને માથામાં દુખાવો થતો હતો. ‘છાતીમાં દુખાવો, ઊંઘમાં તકલીફ’ થતી હતી.

 

 

પગમાં વેક્સ કરવાની જરુર ન પડી

આ દરમિયાન તેના શરીરમાં એક આંતરિક બદલાવ આવ્યો હતો. જેમાં એસ્ટ્રોઝન વધી ગયું અને ટેસ્ટોસ્ટેરોન ઘટી ગયું હતુ. જેનાથી તેના કામ કરવાની પધ્ધતિમાં ધીમે ધીમે ફેરફાર આવવા લાગ્યો હતો. આ દરમિયાન તેની સ્કીન નરમ થઈ. શરીરમાં વાળનું ડેવલપમેન્ટ ઓછું થયું. તેને વાંરમવાર પગમાં વેક્સ કરવાની જરુર પડતી ન હતી. તેમજ શરીરમાં અન્ય ભાગોમાં પણ કેટલાક ફેરફાર આવ્યા હતા.

આર્યન બાંગડ (અનાયા બાંગડ)ના પિતા સંજય બાંગડ એક ક્રિકેટ કોચ માનવામાં આવે છે, બાંગડે આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમને કોચિંગ આપી છે.

 

 

સંજય બાંગડ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ રહી ચૂક્યા છે. 52 વર્ષના બાંગડે ભારત માટે 12 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેમણે 650 રન બનાવ્યા છે અને 14 વિકેટ લીધી છે. તેમજ આર્યને 18 વર્ષની ઉંમરમાં લીસેસ્ટરશાયરમાં હિંકલે ક્રિકેટ ક્લબનું પ્રતિનિધિત્વ કરતા પહેલા મુંબઈના સ્થાનીય ક્લબ ક્રિકેટમાં ઈસ્લામ જિમખાના માટે રમ્યો હતો.આર્યને 2019માં રાષ્ટ્રીય અંડર 19માં પોડુંચેરીનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં 5 મેચમાં 15ના હાઈએસ્ટ સ્કોર અને 2 અડધી સદીની સાથે 300 રન બનાવ્યા છે. તેમણે 20 વિકેટ પણ લીધી છે.