Akshar Patel: ટેસ્ટ ટીમમાં કેમ નથી મળતુ સ્પીનરને સ્થાન ? જાણો શુ કહે છે અક્ષર પટેલ

સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Akshar Patel) માટે વર્ષ 2021 સારુ નિવડ્યુ છે. તેણે આ વર્ષે જ ટીમ ઇન્ડીયા (Team India) વતી ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેણે ઇંગ્લેંડ સામે ઘર આંગણે રમેલી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) પહેલા અક્ષર પટેલે કહ્યુ કે, ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનર ઓલરાઉન્ડર માટે સ્થાન મુશ્કેલ છે.

Akshar Patel: ટેસ્ટ ટીમમાં કેમ નથી મળતુ સ્પીનરને સ્થાન ? જાણો શુ કહે છે અક્ષર પટેલ
Akshar Patel-Virat Kohli
| Edited By: | Updated on: May 28, 2021 | 3:21 PM

સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Akshar Patel) માટે વર્ષ 2021 સારુ નિવડ્યુ છે. તેણે આ વર્ષે જ ટીમ ઇન્ડીયા (Team India) વતી ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેણે ઇંગ્લેંડ સામે ઘર આંગણે રમેલી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) પહેલા અક્ષર પટેલે કહ્યુ કે, ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનર ઓલરાઉન્ડર માટે સ્થાન મુશ્કેલ છે. આ માટે તેણે અશ્વીન (Ashwin) અને રવિન્દ્ર જાડેજાનુ (Ravindra Jadeja) કારણ ગણાવ્યુ હતુ.

અક્ષર પટેલનુ માનવુ છે કે, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વીન શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ જે રીતે પ્રદર્શન કરી રહ્યા છે, તેને જોતા કોઇ પણ સ્પિન ઓલરાઉન્ડર માટે સ્થાન મુશ્કેલ છે. અક્ષર પટેલે ઇંગ્લેંડ સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં દમદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે ડેબ્યૂ સિરીઝમાં જ ચાર વાર પાંચ વિકેટ ઝડપી હતી. તેણે સિરીઝ દરમ્યાન 27 વિકેટ ઝડપી હતી. આ સાથે જ અક્ષરે ઇંગ્લેંડ સામેની શ્રેણી વિજયમાં યાદગાર ભૂમિકા નિભાવી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ એક વાતચીત દરમ્યાન અક્ષર પટેલે કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે, મારી અંદર કોઇ બાબતની કમી હોય. દુર્ભાગ્યપૂર્ણ હું ઇજાગ્રસ્ત થયો અને વન ડે ટીમમાં થી મારુ સ્થાન ગુમાવી બેઠો હતો. ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન અને ખૂબ સારુ પ્રદર્શન કરી રહ્યા છે. જે રીતે જાડેજા રમી રહ્યા છે, તેને જોતા કોઇ પણ લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડરને ટીમમાં સ્થાન મુશ્કેલ છે.

અક્ષરે આગળ કહ્યુ હતુ કે, કાંડા નો સ્પિનર કુલદિપ યાદવ (Kuldeep Yadav ) અને યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chaha) પણ શાનદાર બોલીંગ કરે છે. ટીમ કોન્મબિનેશનલ સ્થાન માટે થઇને હું ટીમ થી બહાર રહ્યો. પરંતુ જ્યારે મને મોકો મળ્યો, ત્યારે મે ખુદને સાબિત કરવા માટે કોશિષ કરી છે.

અક્ષરની ઇંગ્લેંડ સામે ફીરકી

ઇંગ્લેંડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં તો અક્ષર પટેલે કમાલ કરી દીધો હતો. તેની ફિરકીનો જાદુ ચાલતા જ ઇંગ્લેંડ સામેની અમદાવાદ ટેસ્ટ બે દિવસમાં જ આટોપાઇ ગઇ હતી. ભારતે તે મેચને 10 વિકેટે જીતી લીધી હતી. જે મેચમાં અક્ષર પટેલે 11 વિકેટ ઝડપી હતી.

અક્ષર પટેલે IPL 2021 માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે પણ જબરદસ્ત બોલીંગ કરી હતી. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે સુપર ઓવરમાં ટીમને જીત અપાવી હતી. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC final) અને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી માટે અક્ષર પટેલને ટીમમાં સામેલ કરાયો છે.