IPL 2022ના મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) માટે ફેન્ચાઇઝી ટીમો દ્વારા ખેલાડીઓ પર બારીકાઇ થી નજર રાખવામાં આવી રહી છે. ખેલાડીઓને પોતાની સાથે કયા બજેટ સમાવી શકાય એ માટે થઇને પણ કસરત ચાલી રહી છે. આ દરમ્યાન હાલમાં ઘર આંગણે જ ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. જેમાં તેણે મુંબઇ ટેસ્ટ (Mumbai Test) માં ભારતના પ્રથમ દાવ દરમ્યાનની તમામ દશ વિકેટ એજાઝ પટેલે (Ajaz Patel) ઝડપી છે. તેના આ પ્રદર્શનને લઇને હવે તે આઇપીએલ ટીમો પોતાની સાથે સમાવવા માટે થઇને સ્પર્ધા જામી શકે છે.
એજાઝ પટેલે ભારત સામે કમાલની બોલીંગ કરી છે. તેણે મુંબઇ ટેસ્ટમાં જે રીતે બોલીંગ પ્રદર્શન કર્યુ છે તેને લઇ તે ખૂબ જ ચર્ચામાં છવાયો છે. એજાઝે ત્રીજા દિવસની પણ શરુઆતની બંને વિકેટ ઝડપીને લગાતારર 12 વિકેટ ઝડપી છે. આમ હવે આઇપીએલ ટીમોની નજર પણ હવે એજાઝ તરફ આકર્ષાઇ છે. તેના માટે કેટલીક ટીમો કરોડો રુપિયાનુ બજેટ રાખી શકે છે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સ સૌથી આગળ માનવામાં આવી રહી છે.
મૂળ મુંબઇમાં જન્મેલા અને મુંબઇમાં જ કમાલ સર્જનાર સ્પિનર એજાઝ પટેલ માટે મુંબઇ ઇન્ડિયન્સની ટીમની નજર સૌથી પહેલા હશે. કારણ કે જે પ્રમાણે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ખેવાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવાની પસંદગી ધરાવે છે, તેમાં એજાઝ ફીટ લાગી રહ્યો છે. મુંબઇ ની ટીમમાં જે ચાર ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે, તેમાં કોઇ સ્પિનર નથી. આમ મુંબઇને સ્પિનરની પણ જરુર છે અને તેની આ ખોટ એજાઝ ને સમાવવા થી ભરપાઇ થઇ શકે એમ છે. સાથે જ વાનખેડે સ્ટેડિયમ મુંબઇ ઇન્ડિયન્સ ટીમનુ હોમ ગ્રાઉન્ડ છે, જ્યાં એજાઝે 10 વિકેટનો કમાલ સર્જ્યો છે.
અમદાવાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ એજાઝ પર નજર દોડાવી શકે છે. અમદાવાદની ટીમ નવી જ છે અને તેણે ખેલાડીઓને સમાવવા માટે કસરત તેજ બનાવી છે. આ દરમ્યાન વર્તમાન સમયમાં તેની નજર એજાઝ પર ના હોય એ અશક્ય છે. માટે જ એજાઝ ને પહેલાથી સમાવવા અથવા ઓક્શનમાં પોતાની પાસે કરી લેવા માટે દમ દર્શાવી શકે છે. જો એજાઝને ઓક્શનમાં ખરિદવામાં આવે છે તો, બોલીમાં ટક્કર જામી શકે છે. કારણ કે, આરસીબી પણ આ રેસમાં પાછળ નહી હોય.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે પણ હાલમાં રિટેન કરેલા ખેલાડીઓની યાદીમાં કોઇ સ્પિનર નથી. આમ સ્પિનરની ખોટને ભરવા માટે સ્પિનર તરીકે નામની યાદીમાં એજાઝનુ નામ પહેલા બોલી શકે છે. ભારતમાં જ એઝાઝનુ પ્રદર્શન અને ભારતમાં જ આઇપીએલ 2022 રમાનારી હોવાને લઇને RCB આ દાવ ખેલવામાં હોંશિયારી ખેલી શકે છે.