
ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલમાં એક અદ્ભુત ઘટના બની હતી. અહીં રમાઈ રહેલી શેફિલ્ડ શીલ્ડ મેચમાં બેટ્સમેનને આપવામાં આવ્યા બાદ ફરી રમવા માટે બોલાવવામાં આવ્યો અને તેને જીવનદાન મળ્યું. જે બાદ તે બેટ્સમેને સદી ફટકારી હતી. વિક્ટોરિયા અને સાઉથ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં 21 વર્ષીય બેટ્સમેન જેક ફ્રેઝર સાથે આવું થયું હતું.
આ મેચમાં જમણા હાથનો બેટ્સમેન જેક ફ્રેઝર દક્ષિણ ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ હતો. મેચમાં વિક્ટોરિયાની ટીમે પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં 278 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે સ્કોર બોર્ડ પર 50 રનનો આંકડો પાર કર્યો ત્યાં સુધીમાં તેનો ટોપ ઓર્ડર ધ્વસ્ત થઈ ગયો હતો.
દક્ષિણ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 60 રન હતો ત્યારે જેક ફ્રેઝર સામે પણ જોરદાર અપીલ કરવામાં આવી હતી. આ અપીલ બાદ તેને આઉટ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ અમ્પાયરનો આ એક ખોટો નિર્ણય હતો, જેને લાગ્યું કે બોલ તેના બેટ સાથે અથડાયો હતો અને પ્રથમ સ્લિપમાં ઉભેલા ફિલ્ડરના હાથમાં ગયો હતો. પરંતુ, એવું નહોતું. જે વીડિયો સામે આવ્યો તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બોલ વિકેટકીપરના ગ્લોવ્ઝને સ્પર્શી ગયો અને ફર્સ્ટ સ્લિપમાં ઊભેલા ફિલ્ડરના હાથમાં ગયો.
Bizarre scenes at Adelaide Oval as Jake Fraser-McGurk is given out caught, but is allowed to keep batting moments later #SheffieldShield pic.twitter.com/WaDPTGYkt3
— cricket.com.au (@cricketcomau) November 29, 2023
જોકે, પહેલા 21 વર્ષના જેક ફ્રેઝરને આઉટ આપવામાં આવ્યો હતો. તે પેવેલિયન તરફ રવાના પણ થઈ ગયો હતો. પરંતુ, બાઉન્ડ્રી લાઈન ઓળંગતા પહેલા જ તેને બેટિંગ માટે પાછો બોલાવવામાં આવ્યો હતો. જેક ફ્રેઝર માટે, તે બીજી તક જેવું હતું, જેનો તેણે ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો હતો.
આ ઘટના બાદ મેચમાં બેટિંગ કરતા જેક ફ્રેઝરે દક્ષિણ ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 106 બોલનો સામનો કરીને 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. તેની ઈનિંગના આધારે સાઉથ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 252 રન પર સમેટાઈ ગઈ હતી.
આ પણ વાંચો: ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી T20 મેચમાં LIVE Betting રેટમાં કોણ જીતવા માટે છે ફેવરિટ? જાણો અહીં