વિકેટ લીધા બાદ સર્બિયન ક્રિકેટરે અલગ રીતે ઉજવણી કરી, ICCએ શેર કર્યો વીડિયો

|

Jul 23, 2022 | 3:10 PM

Cricket : આ 13 જુલાઈના રોજ રમાયેલી મેચની ક્લિપિંગ છે. જેમાં બોલર આયો મેને-એજેગીએ વિકેટ લીધા બાદ સમરસોલ્ટ મૂવ કર્યો હતો.

વિકેટ લીધા બાદ સર્બિયન ક્રિકેટરે અલગ રીતે ઉજવણી કરી, ICCએ શેર કર્યો વીડિયો
Wicket Celebration (PC: Twitter)

Follow us on

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સર્બિયન બોલર (Serbian Cricketer) નો એક મજેદાર વીડિયો શેર કર્યો છે. જેમાં બોલર વિકેટ લીધા બાદ અલગ જ રીતે ઉજવણી કરતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર થોડા જ સમયમાં વાયરલ થઈ ગયો અને ક્લિપને અત્યાર સુધીમાં 1.5 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એવું જાણવા મળ્યું છે કે આ 13 જુલાઈના રોજ રમાયેલી મેચની ક્લિપિંગ છે. જેમાં બોલર આયો મેને-એજેગીએ વિકેટ લીધા બાદ સમરસોલ્ટ મૂવ કર્યો હતો. ત્યારબાદ તે જમીન પર સૂઈ જાય છે અને આ રીતે તેની વિકેટની ઉજવણી કરે છે.

આ વીડિયોને શેર કરતા ICC એ કેપ્શનમાં લખ્યું, ‘સર્બિયાના આયો મેને-એજગી દ્વારા 100 વિકેટની ઉજવણી. 31 વર્ષીય આયો મેને-એઝેગીએ સર્બિયા માટે 11 ટી20 મેચ રમી છે. જેમાં તેના નામે 11 વિકેટ છે. આ જ મહિનામાં તેણે 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જે ટી20માં તેનો સર્વશ્રેષ્ઠ આંકડો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

અહીં જુઓ આયો મેને-એજેગીનો વીડિયો

 

મેને-એઝેગી જેણે નાઈજીરીયા અને સર્બિયા બંનેનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે આઈલ ઓફ મેન સામે ચાર વિકેટ લીધી અને સમરસોલ્ટ જેવી ફેશનમાં દરેક વિકેટની ઉજવણી કરી. ઉજવણીનો આ વીડિયો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ અંગે અનેક પ્રતિક્રિયાઓ પણ આવી હતી. એઝેગીની બોલિંગના વખાણ થઈ રહ્યા છે. ત્યારે તેની વિકેટની ઉજવણી કરવાની તેની શૈલી દર્શકોના દિલ જીતી રહી છે.

સર્બિયાની ટીમે ટુર્નામેન્ટમાં 2 જીત અને 2 હારનો સામનો કર્યો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) મેન્સ ટી20 પેટા-પ્રાદેશિક યુરોપીયન ક્વોલિફાયર ટુર્નામેન્ટ માં સર્બિયા અને આઈલ ઓફ મેન એકબીજાની સામે હતા. જેમાં એવા દેશો નો સમાવેશ થાય છે જ્યાં ક્રિકેટ નાની પરંતુ વિકસતી રમત છે. પાંચ ટીમના ગ્રુપ 2માં, આઈલ ઓફ મેન ચાર માંથી ચાર જીત સાથે ટોચ પર છે, પરંતુ ફાઇનલમાં ઈટાલી સામે હારી ગયું હતું. બીજી તરફ સર્બિયા ને 2 જીત અને 2 હાર મળી હતી અને તેણે પાડોશી દેશ ક્રોએશિયા સામે પ્લેઓફ જીતી હતી.

Next Article