
વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ફરી એકવાર મેદાનમાં આવી ગઈ છે. આ વખતે પણ ઓસ્ટ્રેલિયા સામે હતું. પ્રસંગ હતો T20 શ્રેણીની પ્રથમ મેચનો અને ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે જીત મેળવી હતી. જો કે, ટીમ ઈન્ડિયાની જીત બાદ કંઈક એવું થયું જેનાથી ફેન્સ ગુસ્સે થઈ ગયા.
લોકો BCCIને ટ્રોલ કરી રહ્યા છે અને તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ખરેખર, વિશાખાપટ્ટનમમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હોટલમાં કેક કાપી હતી. ટીમ ઈન્ડિયાની આ કેક પાર્ટીએ કેટલાક ચાહકોને નારાજ કર્યા હતા.
રિંકુ સિંહ અને મુકેશ કુમારે મેચ બાદ કેક કટિંગ કરી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોએ BCCIને સલાહ આપી છે કે વર્લ્ડ કપની હાર બાદ આવી T20 મેચ જીતીને કેક કાપવામાં આવી રહી છે પણ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર કેમ પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. ફેન્સના મનમાં હજી વર્લ્ડ કપ ફાઈનલની હાર તાજા છે એવામાં ફેન્સ વર્લ્ડ કપ ન જીતવાથી નિરાશ છે અને એક મેચની જીતને વર્લ્ડ કપ ફાઈનલની હાર સાથે સરખાવી રહ્યા છે.
A nail-biting finish but plenty of pleasant faces in and out of the dressing room in Vizag
Some BTS from #TeamIndia‘s win against Australia in Vizag ️️#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/TL67wcXavQ
— BCCI (@BCCI) November 24, 2023
પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જોશ ઈંગ્લિશે શાનદાર સદી ફટકારી અને 50 બોલમાં 110 રન બનાવ્યા. સ્ટીવ સ્મિથે પણ 52 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટ મેચની અંતિમ બોલ પર હાંસલ કર્યો હતો. ભારતના ઈશાન કિશને 39 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 80 રન ફટકાર્યા અને પ્લેયર ઓફ ઘ મેચ બન્યો હતો.
અંતે મેચ ટાઈ રહી હતી પરંતુ રિંકુ સિંહે મેચ ફિનિશર તરીકે જબરદસ્ત ભૂમિકા ભજવી હતી. આ ડાબા હાથના બેટ્સમેને 14 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે પણ છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી પરંતુ તે તેના સ્કોરમાં ગણાઈ ન હતી કારણ કે તે બોલ નો બોલ હતો અને તે નો બોલના કારણે ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી.
આ પણ વાંચો : વર્લ્ડ કપ બાદ લગ્ન સિઝન શરૂ, આ ભારતીય ક્રિકેટરની પડી વિકેટ, પ્રેમિકા સાથે કર્યા લગ્ન