પાકિસ્તાન ટીમના કેપ્ટન બન્યા બાદ શાહીન શાહ આફ્રિદીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનના કેપ્ટન પદેથી બાબરના રાજીનામા બાદ નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી હતી. બાબર બાદ શાહીન શાહ આફ્રિદીને ટી20 અને શાન મસૂદને પાકિસ્તાન તરફથી લાલ બોલનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જે બાદ ટી20 કેપ્ટન શાહીન શાહ આફ્રિદીએ પોસ્ટ કરી હતી.

પાકિસ્તાન ટીમના કેપ્ટન બન્યા બાદ શાહીન શાહ આફ્રિદીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
Shaheen Shah Afridi
| Updated on: Nov 17, 2023 | 9:58 AM

વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમમાં ઘણી મોટી ઉથલપાથલ અને ફેરફારો જોવા મળ્યા હતા. ત્રણેય ફોર્મેટમાં નિયમિત કેપ્ટન રહી ચૂકેલા બાબર આઝમે સુકાની પદેથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા. બાબર બાદ શાહીન શાહ આફ્રિદીને ટી20 અને શાન મસૂદને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શાહીન આફ્રિદી કેપ્ટન બન્યા બાદ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો છે.

કેપ્ટન બન્યા બાદ શાહીન આફ્રિદીએ કરી પોસ્ટ

ટી20 ટીમનો કેપ્ટન બન્યા બાદ શાહીન આફ્રિદીએ એક ટ્વીટમાં લખ્યું, “હું રાષ્ટ્રીય ટી20 ટીમની કેપ્ટનશીપ કરવા માટે સન્માનિત અને ઉત્સાહિત છું. મારા પર વિશ્વાસ દર્શાવવા બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ચાહકોનો આભાર. હું ટીમ ભાવનાને જાળવી રાખવા અને ક્રિકેટના મેદાન પર મારા દેશને ગૌરવ અપાવવા માટે મારો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરીશ.

અમે એક પરિવાર છીએ : શાહીન આફ્રિદી

પાકિસ્તાનના નવા ટી20 કેપ્ટન શાહીન આફ્રિદીએ આગળ લખ્યું, “અમારી સફળતા એકતા, વિશ્વાસ અને સતત પ્રયાસોમાં રહેલી છે. અમે માત્ર એક ટીમ નથી, અમે એક ભાઈચારો અને એક પરિવાર છીએ. સાથે મળીને આપણે આગળ વધીશું અને પાકિસ્તાન ક્રિકેટને ઊંચાઈ પર લઈ જઈશું.”

વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન

વર્લ્ડ કપમાં ભાગ લેવા જ્યારે પાકિસ્તાનની ટીમ ભારત આવી ત્યારે ટોપની વનડે ટીમ હોવાના કારણે તેમણે વર્લ્ડ ચેમપોયન બનવાનું દાવેદાર માનવામાં આવતું હતું, પરંતુ આ ટીમ કોઈ ખાસ કમાલ કરી શકી નહીં અને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ હતી. જે બાદ દોષનો ટોપલો કેપ્ટન બાબર આઝમ પર ઢોળવામાં આવ્યો અને અંતે તેણે કપ્તાનીમાંથી રાજીનામું આપી દીધું.

પાકિસ્તાન ક્રિકેટમાં ઉથલપાથલ

વર્લ્ડ કપ 2023માં લીગ સ્ટેજમાંથી બહાર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. બાબરની કપ્તાનીમાં પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા બાદ મુખ્ય પસંદગીકાર ઈન્ઝમામ ઉલ હક તેમના પદ પરથી રાજીનામું આપ્યું, ત્યારબાદ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે પણ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: ફ્રીમાં વર્લ્ડ કપ ફાઈનલ લાઈવ જુઓ આ એપ પર, અલગ સબસ્ક્રિપ્શન નહીં લેવું પડે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો