વર્લ્ડ કપ 2023માં એક તરફ ડિફેન્ડિંગ ટીમ બહાર થઈ ગઈ છે તો બીજી તરફ અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ જેવી નબળી ટીમો યાદગાર જીત મેળવી વર્લ્ડ કપને વધુ રોમાંચક બનાવી રહ્યા છે. પુણેમાં સોમવારે આવું જ થયું હતું. અફઘાનિસ્તાનની ટીમે 1996ની વર્લ્ડ ચેમ્પિયન ટીમને હરાવી લગભગ વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું છે અને સાથે જ પાકિસ્તાનને પણ નુકસાન પહોંચાડ્યું છે.
અફઘાનિસ્તાને શ્રીલંકાને 7 વિકેટે હરાવી વર્લ્ડ કપમાં ત્રીજી જીત મેળવી હતી. આ જીત સાથે જ અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચી ગયું છે. તેમના 6 મેચમાં ત્રણ જીત અને ત્રણ હાર સાથે 6 પોઈન્ટ છે, જ્યારે 4 પોઇન્ટ સાથે શ્રીલંકા છઠ્ઠા, પાકિસ્તાન સાતમાં અને નેધરલેન્ડ સાતમાં ક્રમે છે. હવે અફઘાનિસ્તાન વર્લ્ડ કપ સેમી ફાઈનલની રેસમાં આ ટીમથી આગળ નિકડી ગઈ છે.
અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવી વર્લ્ડ કપ 2023માં છેલ્લી ચારમાંથી ત્રણ મેચમાં જીત નોંધાવી છે. આ પહેલા અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યું હતું. આ પ્રથમ વખત છે જ્યારે અફઘાનિસ્તાને ODI વર્લ્ડ કપમાં બેક ટુ બેક મેચ જીતી છે. અફઘાનિસ્તાને વર્લ્ડ કપની શરૂઆતની બે મેચ ગુમાવ્યા બાદ જોરદાર કમબેક કર્યું હતું અને હવે આ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચી ગઈ છે.
ભારત સતત 6 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને લગભગ ક્વોલિફાય કરી ચૂક્યું છે, સાઉથ આફ્રિકા બીજા ક્રમે છે, જ્યારે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ત્રીજા અને ચોથા ક્રમે છે. ટોપ-4માં ક્વોલિફાય થવા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હવે પાકિસ્તાન અને શ્રીલંકા સિવાય અફઘાનિસ્તાન પણ ટક્કર આપશે. જેથી હવે સેમી ફાઈનલની રેસ મજેદાર બની ગઈ છે.
પાકિસ્તાન માટે આ વર્લ્ડ કપ ખરાબ સાબિત થયો છે. અફઘાનિસ્તાન સામે હાર અને હવે આ જ ટીમની શ્રીલંકા સામે જીત બાદ તેમનું સેમી દૈન્યલમાં ક્વોલિફાઈ થવું વધુ મુશ્કેલ બની ગયું છે. પાકિસ્તાનની આગામી મેચો બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે છે. જ્યારે અફઘાનિસ્તાન નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ટકરાશે.
આ પણ વાંચો : વર્લ્ડ કપ 2023: દરેક મેચ જીતી ચેમ્પિયન બનશે ભારત! દરેક મામલે છે અવ્વલ ટીમ ઈન્ડિયા