PAK vs AFG: અફઘાનિસ્તાનને હળવાશમાં લેવાની ભૂલની સજા! પાકિસ્તાનને ધૂળ ચટાડી મેળવી ઐતિહાસીક જીત

|

Mar 25, 2023 | 9:16 AM

પાકિસ્તાને અફઘાનિસ્તાનન સામેની T20 સિરીઝને હળવાશમાં લીધી અને જેની પર બરાબરનો પાઠ અફઘાન ક્રિકેટરોએ ભણાવી દીધો હતો. પૂરા 100 રનનો આંકડો સ્પર્શી ના શકેલી પાકિસ્તાની ટીમે શ્રેણીની શરુઆતે પરાજય સહવો પડ્યો.

PAK vs AFG: અફઘાનિસ્તાનને હળવાશમાં લેવાની ભૂલની સજા! પાકિસ્તાનને ધૂળ ચટાડી મેળવી ઐતિહાસીક જીત
પાકિસ્તાનને ધૂળ ચટાડી મેળવી ઐતિહાસીક જીત

Follow us on

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની T20 સિરીઝ UAE માં શરુ થઈ છે. જેની પ્રથમ મેચ 24 માર્ચે શારજાહમાં રમાઈ હતી. અફઘાનિસ્તાને પ્રથમ મેચમાં જ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. અફઘાનિસ્તાને પ્રથમ વાર પાકિસ્તાનને હરાવ્યુ છે, આમ શુક્રવારનો દિવસ અને 24 માર્ચ આ બંને તેમના માટે યાદગાર રહેશે. પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા પૂરા 100 રન પણ નોંધાવી શકી નહોતી અને સમેટાઈ જવાના આરે પહોંચી હતી, ત્યાં ઓવરો સમાપ્ત થઈ ગઈ હતી. જોકે અફઘાનિસ્તાન ટીમે આરામથી લક્ષ્યને પાર કરી લઈને 6 વિકેટથી જીત મેળવી હતી.

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે 3 મેચોની સિરીઝમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. હવે આગળની બંનેમાંથી એક મેચમાં જીત મેળવવા સાથે ઈતિહાસ સર્જી શકે છે. પાકિસ્તાન સામેની દ્રીપક્ષીય સિરીઝને અફઘાનિસ્તાન પોતાના નામે કરી શકે છે. આમ પાકિસ્તાનને સિરીઝમાં પણ ભૂંડી હાર મળી શકે છે. પાકિસ્તાન ટીમના નિયમીત કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહિન આફ્રિદી સહિતના સ્ટાર ખેલાડીઓને અફઘાનિસ્તાન સામેની સિરીઝ દરમિયાન આરામ આપીને હળવાશમાં લીધી હતી. જોકે આ હળવાશ બતાવવાની ભૂલની સજા પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવી અફઘાનિસ્તાને આપ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અફઘાનિસ્તાને 6 વિકેટ મેળવી જીત

બોલિંગમાં બે વિકેટ ઝડપનાર મોહમ્મદ નબીએ અફઘાનિસ્તાન વતી સૌથી વધારે 38 રન નોંધાવ્યા હતા. ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે 16 રન નોંધાવ્યા હતા. જ્યારે ઈબ્રાહિમ ઝાદરાને 9 રન નોંધાવ્યા હતા. ગુલબદિન નૈબ શૂન્ય રને પરત ફર્યો હતો. કરીમ જનત 7 રન નોંધાવી આઉટ થયો હતો. આમ અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે પ્રથમ ટી20 જીત મેળવવા માટે 4 વિકેટ ગુમાવીને 18મી ઓવરમાં લક્ષ્ય પાર કરી લીધુ હતુ. નબીએ 1 રનની જરુર સામે વિજયી છગ્ગો ફટકાર્યો હતો.

પાકિસ્તાની કંગાળ બેટિંગ ઈનીંગ

સ્ટાર ખેલાડીઓ વિનાની પાકિસ્તાની ટીમની હાલત બેટિંગ ઈનીંમાં ફ્લોપ જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી દઈને માત્ર 92 રન નોંધાવ્યા હતા. આમ અફઘાનિસ્તાન સામે 93 રનનુ લક્ષ્ય રહ્યુ હતુ. પાકિસ્તાન ટીમ તરફથી સૌથી મોટી ઈનીંગ ઈમાદ વસીમે રમી હતી અને તેણે 18 રન નોંધાવ્યા હતા. જ્યારે શફીક અને અજમ ખાન શૂન્ય રને જ પરત ફર્યા હતા. અજમ ખાન પાકિસ્તાન સુપર લીગમાં ધમાલ મચાવતો હતો અને અહીં તે ઝીરો રહ્યો હતો.

પાકિસ્તાન ટીમનુ સુકાન સંભાળી રહેલ શાદાબ ખાને 12 રનની ઈનીંગ રમી હતી. આ સિવાય તૈયબ તાહિરે 16 રન નોંઘાવ્યા હતા. જ્યારે સાઈમ અયૂબે 17 રન નોંધાવ્યા હતા. આમ વસમી, તાહિર, અયૂબ અને શાદાબની બેકી આંકડાની રમતે 90નો આંકડો પાર કરાવ્યો હતો. જો આમ કરવામાં આ ચાર બેટરો વધુ ફ્લોપ રહ્યા હોત તો પાકિસ્તાન 50ના આંકડાની અંદર જ સમેટાઈ જતુ.

Published On - 9:03 am, Sat, 25 March 23

Next Article