Adani Sports line T20 Team: ક્રિકેટના મેદાનમાં અદાણીની એન્ટ્રી, વિદેશની ધરતી પર રમતગમતની દુનિયામાં પહેલું મોટું પગલું

પોર્ટ અને એરપોર્ટના મેનેજમેન્ટથી લઈને પાવર જનરેશન અને ઈન્ફ્રા સેક્ટરમાં કામ કરતા અદાણી ગ્રુપે સ્પોર્ટ્સ જગતમાં બિઝનેસ વધારવા માટે અદાણી (Gautam Adani) સ્પોર્ટ્સલાઈન નામની કંપનીની રચના કરી છે. જૂથ હાલમાં 50 થી વધુ દેશોમાં કાર્યરત છે અને તેની વાર્ષિક આવક 20 બિલિયન ડોલરથી વધુ છે.

Adani Sports line T20 Team: ક્રિકેટના મેદાનમાં અદાણીની એન્ટ્રી, વિદેશની ધરતી પર રમતગમતની દુનિયામાં પહેલું મોટું પગલું
ક્રિકેટના મેદાનમાં અદાણીની એન્ટ્રી,વિદેશની ધરતી પર રમતગમતની દુનિયામાં પહેલું મોટું પગલું
Image Credit source: UAE Cricket
| Edited By: | Updated on: May 09, 2022 | 4:16 PM

Adani Sportsline T20 Team: ક્રિકેટના મેદાનમાં અદાણીની એન્ટ્રી,વિદેશની ધરતી પર રમતગમતની દુનિયામાં પહેલું મોટું પગલુંભારતના અદાણી ગ્રુપ અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી (Gautam Adani)એ હવે ક્રિકેટના મેદાનમાં પણ એન્ટ્રી કરી છે. જૂથના સ્પોર્ટ્સ યુનિટ અદાણી સ્પોર્ટ્સલાઈ (Adani Sportsline)ને યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ની ફ્લેગશિપ ટી20 ક્રિકેટ લીગમાં ફ્રેન્ચાઈઝીના સંચાલન અને માલિકીના અધિકારો ખરીદ્યા છે. આ T20 ક્રિકેટ લીગ ભારતીય ઈવેન્ટ IPL (IPL) જેવી જ બનવા જઈ રહી છે.

વિદેશની ધરતી પર રમતગમતની દુનિયામાં પહેલું મોટું પગલું

 

UAE T20 લીગ એ વાર્ષિક ઇવેન્ટ છે, જેને અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા લાઇસન્સ આપવામાં આવે છે. આ ઈવેન્ટમાં 6 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લેશે અને ટુર્નામેન્ટમાં કુલ 34 મેચો રમાશે. આ ઈવેન્ટમાં ક્રિકેટ રમતા તમામ મોટા દેશોના ખ્યાતનામ ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. અદાણી સ્પોર્ટ્સલાઈને આ ટુર્નામેન્ટમાં ફ્રેન્ચાઈઝી ખરીદીને ભારત બહાર રમતગમતની દુનિયામાં પ્રથમ મોટું પગલું ભર્યું છે.

અદાણી ગ્રૂપનો કારોબાર ખૂબ ફેલાયેલો છે

પોર્ટ અને એરપોર્ટના મેનેજમેન્ટથી લઈને પાવર જનરેશન અને ઈન્ફ્રા સેક્ટરમાં કામ કરતા અદાણી ગ્રુપે સ્પોર્ટ્સ જગતમાં બિઝનેસ વધારવા માટે અદાણી સ્પોર્ટ્સલાઈન નામની કંપનીની રચના કરી છે. જૂથ હાલમાં 50 થી વધુ દેશોમાં કાર્યરત છે અને તેની વાર્ષિક આવક 20 બિલિયનથી વધુ છે.

પ્રણવ અદાણી આ બિઝનેસ સંભાળે છે

અદાણી સ્પોર્ટ્સલાઈનનો બિઝનેસ સંભાળી રહેલા પ્રણવ અદાણીએ આ ડીલ વિશે કહ્યું, ‘અમે UAE T20 લીગનો ભાગ બનવા માટે ઉત્સાહિત છીએ. UAE એ ઘણા ક્રિકેટ પ્રેમી દેશોનું સંગમ છે. ક્રિકેટની રમત વધુને વધુ વૈશ્વિક બની રહી છે અને UAE આ દિશામાં ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અદાણી બ્રાન્ડ પહેલેથી જ બોક્સિંગથી લઈને કબડ્ડી સુધીની લીગ દ્વારા ભારતમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે,UAE માં હાજરીથી અદાણી બ્રાન્ડ માટે મોટો આધાર પૂરો પાડશે.

UAEની T20 લીગમાં આ ફાયદો મળશે

UAEની T20 લીગના ચેરમેન ખાલિદ અલ ઝારૂનીએ ખુશી વ્યક્ત કરી કે અદાણી ગ્રુપ ફ્રેન્ચાઇઝીનું માલિક બનવું એ ટુર્નામેન્ટ માટે ગર્વની ક્ષણ છે. જે કંપનીઓએ પહેલાથી જ ફ્રેન્ચાઈઝી લીધી છે તેમના માટે પણ આ સારું છે. અદાણી જૂથે અમારી ટૂર્નામેન્ટમાં વિશ્વાસ દર્શાવ્યો છે, જેનો અમને ફાયદો થવાનો છે. અમે આ લીગને સફળ બનાવવા માટે અદાણી ગ્રુપ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ. અમીરાત ક્રિકેટ બોર્ડના જનરલ સેક્રેટરી મુબશીર ઉસ્માનીએ પણ અદાણી જૂથના પ્રવેશ પર ખુશી વ્યક્ત કરી હતી.

Published On - 3:39 pm, Mon, 9 May 22