બ્રેકિંગ ન્યૂઝ : દુબઈની ધરતી પર પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની કારમી હાર, Azan Awaisએ ફટકારી સેન્ચુરી

દુબઈમાં અંડર 19 એશિયન ટીમો વચ્ચે એશિયા કપ જીતવા માટે જંગ શરુ થયો હતો. આજે ભારત અને પાકિસ્તાનની અંડર 19 ટીમો વચ્ચે મેચ યોજાઈ હતી. ભારતીય ટીમે ટોસ જીતીને 260 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને પાકિસ્તાનની ટીમે માત્ર 2 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.

બ્રેકિંગ ન્યૂઝ : દુબઈની ધરતી પર પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની કારમી હાર, Azan Awaisએ ફટકારી સેન્ચુરી
india vs pakistan
| Updated on: Dec 10, 2023 | 10:35 PM

અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાને ભારતને આઠ વિકેટે હરાવ્યું છે. દુબઈના ICC એકેડેમી મેદાન પર પ્રથમ બેટિંગ કરતા ભારતે નવ વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 47 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અઝાન ઔવેસે 105 રનની અણનમ ઇનિંગ રમી હતી અને કેપ્ટન સાદ બેગે 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. શમાઈલ હુસૈન આઠ રન બનાવીને આઉટ થયા હતા અને શાઝેબ ખાન 63 રન બનાવીને આઉટ થયા હતા.

આ પહેલા ભારત માટે ત્રણ બેટ્સમેનોએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આદર્શ સિંહે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. ઉદય સહારને 60 રન અને સચિન દાસે 58 રનનું યોગદાન આપ્યું હતું. અર્શિન કુલકર્ણી 24 રન બનાવીને આઉટ થયો હતો અને રૂદ્ર પટેલ એક રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાનના કેપ્ટન સાદ બેગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ જીશાને ચાર વિકેટ લીધી હતી. આમિર હસન અને ઉબેદ શાહે બે-બે વિકેટ લીધી હતી. અરાફાત મિન્હાસે એક વિકેટ લીધી હતી.

ભારતની અંડર 19 ટીમનું આજની મેચમાં પ્રદર્શન

 

 


પ્રથમ બેટિંગ કરીને ભારત તરફથી આદર્શ સિંહે 62 રન, અર્શિન કુલકર્ણીએ 24 રન, ગુજરાતના રુદ્ર પટેલે 1 રન, ઉદયે 60 રન, મુસીર ખાને 2 રન, અરાવેલીએ 11 રન, સચિન દાસે 58 રન, મુરુગન અભિષેકે 4 રન, ગુજરાતના રાજ લીંમાણીએ 7 રન, સૌમ્ય પાંડેએ 8 રન અને નમન તિવારીએ 2 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં કુલ 4 સિક્સર અને 19 ચોગ્ગા જોવા મળ્યા હતા.

બીજી ઈનિંગમાં માત્ર મુરુગન અભિષેકે 9 ઓવરમાં 55 રન આપીને 2 વિકેટ લીધી હતી. ગુજરાતી પ્લેયર રાજ  લીંબાણીએ 10 ઓવરમાં 44 રન આપ્યા હતા. આ સિવાયના તમામ બોલર્સ એક પણ વિકેટ મેળવી શક્યા ના હતા.

 

પાકિસ્તાનની અંડર 19 ટીમનું પ્રદર્શન

 


પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ ઝીનાએ 10 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે 1 મેડન ઓવર કરી હતી. અમીર હસીને 56 રન આપીને 2 વિકેટ, ઉબાઈડ શાહે 49 રન આપીને 2 વિકેટ અને અરફાતે 40 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં માત્ર 2 વિકેટ ગુમાવીને પાકિસ્તાનની ટીમે 260 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શામ્યલ હુસીને 8 રન, શાહઝીબ ખાને 63 રન અને અઝાને 105 રન અને શાદે 88 રન બનાવ્યા હતા.

બંને ટીમની પ્લેઈંગ 11

ભારત અંડર-19: આદર્શ સિંહ, અરશિન કુલકર્ણી, રુદ્ર પટેલ, ઉદય સહારન (કેપ્ટન), મુશીર ખાન, સચિન ધાસ, અરવેલી અવનીશ (વિકેટમેન), સૌમ્યા પાંડે, મુરુગન અભિષેક, રાજ લિંબાણી, નમન તિવારી.

પાકિસ્તાન અંડર-19: શામિલ હુસૈન, શાહઝેબ ખાન, અઝાન ઔવેસ, સાદ બેગ (કેપ્ટન અને વિકેટકીપર), મોહમ્મદ ઝીશાન, મોહમ્મદ રિયાઝુલ્લાહ, તૈયબ આરીફ, અરાફાત મિન્હાસ, અલી અસફંદ, અમીર હસન, ઉબેદ શાહ.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ પહેલા વેસ્ટ ઈન્ડિઝનો માસ્ટર સ્ટ્રોક, 2 વર્ષ જૂની ભૂલ સુધારી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:46 pm, Sun, 10 December 23