
અન્ય એક મેચમાં પણ અફઘાનિસ્તાનના બેટ્સમેને પોતાનો ડંકો વગાડ્યો હતો. હઝરતુલ્લા ઝાઝાઈએ 26 બોલમાં અણનમ 59 રન ફટકારીને બાંગ્લા ટાઈગર્સને 9 વિકેટે જીત અપાવી હતી.

જાજાઈએ પોતાની ઈનિંગમાં 5 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ડેક્કન ગ્લેડીયેટર્સ તરફથી મળેલા 117 રનના ટાર્ગેટને બાંગ્લા ટાઈગર્સે 8.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

આ પહેલા એક મેચમાં યુએઇના 24 વર્ષિય વસિમ મોહમ્મદે પૂણે ડેવિલ્સ સામે 430ની સ્ટ્રાઇક રેટથી 12 બોલમાં અર્ધશતક મચાવીને ધમાલ મચાવી દીધી હતી. જેમાં તેણે 7 છગ્ગા લગાવ્યા હતા.