ENG vs IRE: બેન સ્ટોકસે બનાવ્યો અનોખો રેકોર્ડ, આવું ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું

|

Jun 04, 2023 | 6:56 PM

એશિઝ પહેલા લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

ENG vs IRE: બેન સ્ટોકસે બનાવ્યો અનોખો રેકોર્ડ, આવું ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું
Ben Stokes created a unique record

Follow us on

લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ હતી. એશિઝ શ્રેણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ ચાર દિવસીય ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાયેલ ટેસ્ટ મેચમાં એકતરફી મુકાબલામાં આયર્લેન્ડને 10 વિકેટે હરાવી ઈંગ્લેન્ડની ટીમે એશિઝ પહેલા શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે એવો રેકોર્ડ બનાવ્યો હતો, જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલા કોઈ ખેલાડીએ બનાવ્યો નથી.

કેપ્ટન બેન સ્ટોક્સે બનાવ્યો રેકોર્ડ

145 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વાર કોઈ કેપ્ટન મેચ રમ્યા વિના જ મેચ ટ્રોફી જીતી ગયો હોય. ઈંગ્લેન્ડનો બેન સ્ટોકસ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કર્યા વિના મેચ જીતનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બેન સ્ટોક્સ પહેલા કોઈ પણ દેશના કેપ્ટનને આવો વિજય મળ્યો નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચોઃ Happy Birthday Ben Stokes: જેલમાં ગયા બાદ બેન સ્ટોક્સની વધી કિંમત, હવે રમ્યા વગર બની ગયો ‘ચેમ્પિયન’!

ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ

ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે આ બીજી જ ટેસ્ટ મેચ હતી. આ પહેલા વર્ષ 2019માં પહેલીવાર આ બંને દેશો વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. બંને વખતે ચાર દિવસીય ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને બંને મુકાબલામાં ઈંગ્લેન્ડે આયર્લેન્ડને હરાવ્યું હતું. 2019માં રમાયેલ ટેસ્ટમાં 143 રનથી અને હાલ સમાપ્ત થયેલ ટેસ્ટમાં 10 વિકેટથી ઈંગ્લેન્ડની જીત થઈ હતી.

આવી રહી ટેસ્ટ મેચ

લોર્ડસ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી અને આયર્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આયર્લેન્ડે પ્રથમ દાવમાં 172 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 4 વિકેટના નુકસાને 524 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આયર્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 362 રન જ બનાવી શકી હતી, ત્યારબાદ ઇંગ્લેન્ડને જીતવા માટે માત્ર 11 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ઇંગ્લિશ ટીમે માત્ર 4 બોલમાં હાંસલ કરીને ટેસ્ટ મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી ઓલી પોપે 208 બોલમાં 205 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પોપે 208 બોલની ઈનિંગમાં 22 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય બેન ડકેટે પણ 178 બોલમાં 182 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article