
ભારતીય ક્રિકેટ બોર્ડે આજે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસની શરુઆત ટી 20 સિરીઝની સાથે થશે. બીસીસીઆઈ દ્વારા આજે ત્રણેય ફોર્મેટની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 9 ખેલાડીઓ એવા છે જેમને ત્રણેય ફોર્મેટની ટીમમાં સ્થાન મળ્યું છે.
ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકામાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થશે. અહીં જુઓ ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ
ટેસ્ટ સિરીઝના મહત્વને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ત્રણ ચાર દિવસીય પ્રેક્ટિસ મેચનું આયોજન કરી રહ્યું છે, જેથી ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓ સિરીઝની શરૂઆત પહેલા પોતાની જાતને સંપૂર્ણ રીતે ફિટ બનાવી શકે. ભારતીય ટીમના કેટલાક સિનિયર ખેલાડીને પણ આ પ્રેક્ટિસ મેચોમાં રમવાની તક મળી શકે છે જેથી તેઓ પોતાને સાબિત કરી શકે.
આ પણ વાંચો : રાંચીમાં મર્સિડીઝ ચલાવતો જોવા મળ્યો ધોની, કારનો નંબર જોઈને ચાહકો ચોંકી ગયા!
Published On - 11:18 pm, Thu, 30 November 23