4.4 કરોડ લોકોએ ભારત-આફ્રિકા મેચ મોબાઈલ પર નિહાળી, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ ઈન્ડિયાના કર્યા વખાણ

રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ વર્લ્ડ કપની મેચ નિહાળવા હજારોની સંખ્યામાં દર્શકો હાજર હતા, સાથે જ કરોડો લોકોએ ટીવી પર મેચ નિહાળી હતી, સાથે જ 4 કરોડથી વધુ લોકોએ મોબાઈલ પર મેચ જોઈ હતી, જે અંગે કેન્દ્રીય મંત્રીએ પોસ્ટ કરી ડિજિટલ ઈન્ડિયાની પ્રશંસા કરી હતી.

4.4 કરોડ લોકોએ ભારત-આફ્રિકા મેચ મોબાઈલ પર નિહાળી, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ ઈન્ડિયાના કર્યા વખાણ
Digital India Vision
| Updated on: Nov 06, 2023 | 12:54 PM

ભારતમાં હાલ વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે. દેશભરમાં કરોડો ફેન્સ મેચના સમય દરમિયાન ટીવી અને મોબાઈલ સામે ગોઠવાય જાય છે અને મેચની મજા લે છે. વર્તમાન સમય દર્શકોની મેચ જોવાની સંખ્યામાં વધારો નોંધાયો છે અને તેમ પણ મોબાઈલ પર મેચ જોનાર લોકોની સંખ્યા ખૂબ જ વધી છે.

4.4 કરોડથી વધુ લોકોએ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર મેચ જોઈ

5 નવેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના મુકાબલામાં પણ કરોડો લોકોએ મેચ નિહાળી હતી, જેમાં ઈન્ટરનેટ દ્વારા મોબાઈલ પર મેચ જોનાર લોકોની સંખ્યા 4 કરોડથી પણ વધુ નોંધાઈ હતો. 4.4 કરોડથી વધુ લોકોએ મેચ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર મેચ જોઈ હતી. જે સંખ્યા ખૂબ જ મોટી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

ભારતીય રાજકારણી અને ભૂતપૂર્વ IAS અધિકારી, હાલમાં 2021 થી ભારત સરકારમાં 39મા રેલ્વે મંત્રી, 55મા સંચાર મંત્રી અને 2જી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી તરીકે સેવા આપતા અશ્વિની વૈષ્ણવે આ અંગે સોશિયલ મીડીયા પર એક ફોટો પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી.

ઈન્ટરનેટ ડેટાની સસ્તી કિંમત અંગે કહી વાત

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પોસ્ટ કરતાં લખ્યું કે, ઈન્ટરનેટની એક્સેસ અને ડેટાની સસ્તી કિંમતે ભારતની ડિજિટલ લેન્ડસ્કેપને બદલી નાખી છે. ક્રિકેટ વર્લ્ડ કપ જે ભારતે 2011 માં જીત્યો હતો, અમને યાદ છે કે લોકો ભારતની રમત જોવા ટીવી શોરૂમની બહાર ભેગા થયા હતા. હવે જોવાનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. લોકો મોબાઈલ ફોન પર ઓનલાઈન ક્રિકેટ જોઈ રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીજીના ડિજિટલ ઈન્ડિયા વિઝનની કરી પ્રશંસા

4.4 કરોડ એકસાથે જોવાઈ જ્યારે વિરાટ કોહલીએ આજે ​​સદી ફટકારી છે, તે ડિજિટલ ઈન્ડિયા માટે સફળતાની સ્પષ્ટ નિશાની છે. પીએમ નરેન્દ્ર મોદીજીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન ડિજિટલ વિભાજનને દૂર કરવાનું છે. આજે અમે એક ટીમ તરીકે જીત્યા છીએ. ટીમ ઈન્ડિયા, ટીમ ડિજિટલ ઈન્ડિયા.

આ પણ વાંચો: કેએલ રાહુલ પર ગુસ્સે થયો રવીન્દ્ર જાડેજા, રોહિત શર્મા જોતો જ રહી ગયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો